ભેસાણ તાલુકાના ચુડા સોરઠ ગામે ભેસાણ પશુ દવાખાના દ્વારા વિના મૂલ્ય પશુરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું - At This Time

ભેસાણ તાલુકાના ચુડા સોરઠ ગામે ભેસાણ પશુ દવાખાના દ્વારા વિના મૂલ્ય પશુરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું


ભેસાણ તાલુકાના ચુડા (સોરઠ )ગામ ખાતે પશુ આરોગ્ય મેળા આયોજન પશુપાલન ખાતુ ગુજરાત ગાંધીનગર અને જિલ્લા પંચાયત જૂનાગઢ જિલ્લા પંચાયત પશુ દવાખાના ભેસાણ આયોજિત પશુ સારવાર અને નિદાન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં તાલુકા પંચાયત ના સદસ્ય ઘનશ્યામભાઈ પટોળીયા તેમજ ગામના સરપંચ શ્રી મંગાભાઇ ચૌહાણ ખાસ હાજર રહિયા હતા.આ કેમ્પમાં 700 થી વધુ પશુઓને સારવાર દવા કરવામાં આવેલ. તેમાં ડી વર્મિંગ, જાતીય આરોગ્ય સારવાર, રસીકરણ, તથા પ્રાથમિક સારવાર કરવામાં આવેલ હતી. આ કેમ્પને સફળ બનાવવા વેટરનરી ડૉક્ટર ઘનશ્યામભાઈ વઘાસીયા સાહેબ, લાઈવસ્ટોક ઇન્સ્પેક્ટર
અમિતભાઇ વેગડા, ચિંતનભાઈ ઊંધાડ, પીનલભાઈ રામાણી તથા ડ્રેસર શ્રી રાજુભાઈ ચૌધરી, તથા આશિષભાઇ રામાણી, જીકાદ્રાભાઈ તથા ગ્રામજનો અને મોટી સંખ્યા માં પશુ પાલકો પોતાના પશુ લઈને હાજર રહ્યા હતા અને ગ્રામજનો સાથે રહી ખૂબ જહેમત ઉઠાવી હતી.
.
રિપોર્ટ....બાય. કાસમ હોથી.. ભેસાણ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.