ગ્રાહક સુરક્ષા મંડળ દ્રારા જસદણ ખાતે ગ્રાહક સપ્તાહ ઉજવણી કરાઇ

ગ્રાહક સુરક્ષા મંડળ દ્રારા જસદણ ખાતે ગ્રાહક સપ્તાહ ઉજવણી કરાઇ


ગ્રાહક સુરક્ષા મંડળ દ્રારા જસદણ ખાતે ગ્રાહક સપ્તાહ ઉજવણી કરાઇ

આજરોજ જસદણ હરિબાપા કોલેજ ખાતે રાજકોટ જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા ગ્રાહક સપ્તાહ ની ઉજવણી કરવામાં આવેલ જેમાં જિલ્લા મંડળના પ્રમુખ યશવંતભાઈ જનાણી હિંમતભાઈ લાબડીયા ડો. વિરડીયા સાહેબ તેમજ અતુલભાઇ જોશી પધારેલ તેમજ જસદણ શહેરમાંથી ભાજપના પીઠ આગેવાન ચંદુભાઈ કચ્છી શહેર ભાજપના પ્રમુખ અનિલભાઈ મકાણી નગરપાલિકાના પૂર્વક કારોબારી ચેરમેન જેડી ઢોલરીયા ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ અશોકભાઈ ધાધલ વોર્ડ નંબર ત્રણ ના કોર્પોરેટર જીતેન્દ્રભાઈ છાયાણી હિતેશભાઈ રબારી તેમજ જસદણ તાલુકા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ પંકજભાઈ ચાંવ ઉપપ્રમુખ પ્રકાશભાઈ પ્રજાપતિ જિલ્લા કારોબારી સદસ્ય ધર્મેશભાઈ કલ્યાણી દ્વારા હરિબાપા કોલેજ પરિવાર ના સહકારથી ખાસ મનોજભાઈ ખૂટ અને પીઢ આગેવાન અશોકભાઈ મહેતા ના સહકારથી સરસ મજાનો ગ્રાહક સુરક્ષા નો કાર્યક્રમ યોજવામાં આવેલ આ કાર્યક્રમમાં જિલ્લાના આગેવાનો દ્વારા ગ્રાહકો કેવો માલ ખરીદી કરવો બિલ કઈ રીતે લેવું કેવી કોલેટી નો માલ લેવો છતાંય કોઈ વેપારી દુકાનદાર કે ઓનલાઇન વેપારી કોઈને છેતરે તો કઈ રીતે પોતાનું વળતર પાછું મેળવવું તે બાબતે ખૂબ જ ઊંડાણપૂર્વક માર્ગદર્શન આપેલ કાર્યક્રમનું સ્વાગત પ્રવચન પંકજભાઈ ચાવ દ્વારા કરવામાં આવેલ તેમજ આભાર વિધિ ચંદુભાઈ કચ્છી દ્વારા કરવામાં આવેલ આ કાર્યક્રમનું સફળ સંચાલન એડવોકેટ પ્રકાશભાઈ પ્રજાપતિ દ્વારા કરવામાં આવેલ

રિપોર્ટર વિજય ચૌહાણ જસદણ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »