આજે લેવાનારી જુનિયર ક્લાર્કની પરીક્ષા રદ……
આજે લેવાનારી જુનિયર ક્લાર્કની પરીક્ષા રદ......
ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ,ગાંધીનગર.....સ્ટેટમેન્ટ.
જાહેરાત ક્ર્માંક ૧૨/૨૦૨૧-૨૨ જુનીયર કલાર્ક(વહીવટ/હિસાબ) ની સ્પર્ધાત્મક પરીક્ષા તા.૨૯- ૦૧-૨૦૨૩ (રવિવાર) ના રોજ સવારે ૧૧-૦૦ થી ૧૨-૦૦ કલાક દરમ્યાન વિવિધ જિલ્લાઓ ખાતે યોજાનાર હતી..
તારીખ ૨૯-૦૧-૨૦૨૩ ની વહેલી સવારે પોલીસ તરફથી મળેલ માહિતી મુજબ પોલીસને મળેલ બાતમી આધારે એક શંકાસ્પદ ઇસમની ધરપકડ કરી ઘનિષ્ઠ પુછપરછ કરતાં તેની પાસેથી ઉપરોકત પરીક્ષાના પ્રશ્નપત્રની નકલ મળી આવેલ છે. ઉપરોકત બાબતે તાત્કાલિક અસરથી ફોજદારી રાહે પોલીસ કાર્યવાહી અને આગળની તપાસ કરવામાં આવી રહી છે..
પરંતુ ઉમેદવારોના વિશાળ હિતમાં તા.૨૯-૦૧-૨૦૨૩ ના રોજ સવારે ૧૧-૦૦ કલાકે યોજાનાર સ્પર્ધાત્મક પરીક્ષા “ *મોકુફ* ” કરવા મંડળ ધ્વારા નિર્ણય કરવામાં આવેલ છે,જેની સર્વે ઉમેદવારશ્રીઓએ નોધ લેવા વિનંતી છે. ઉમેદવારોને પડેલ અગવડતા બદલ મંડળ ખેદ વ્યકત કરે છે.દરેક ઉમેદવારશ્રીને ઉપરોકત કારણોસર પરીક્ષા કેન્દ્ર ખાતે ન જવા જણાવવામાં આવે છે..
સદર પરીક્ષા નવેસરથી વહેલી તકે ત્વરીત યોજવામાં આવશે,જેની તારીખ મંડળ ધ્વારા ટુંક સમયમાં હવે પછી જાહેર કરવામાં આવશે..
રાજ્યમાં વધુ એક પેપર ફટ્યું હોવાની આશંકા.ગુજરાત ક્લાર્કની સ્પર્ધાત્મક પરીક્ષા મોકૂફ રખાઈ,પોલીસે બાતમીના આધારે એક શંકાસ્પદ શખ્સની કરી ધરપકડ..
ધરપકડ કરાયેલા શખ્સ પાસેથી પ્રશ્નપત્રની નકલ મળી આવતા પરીક્ષા મોકૂફ.સવારે 11:00 થી 12 કલાક દરમિયાન યોજાવાની હતી પરીક્ષા.ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ દ્વારા લેવાનારી પરીક્ષા મોકૂફ....
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.