બરવાળા તાલુકાના ઢાઢોદર ગામે સ્વચ્છ ભારત મિશન યોજના (ગ્રામીણ) “સ્વચ્છતા હી સેવા” અંતર્ગત કાર્યક્રમ સંપન્ન - At This Time

બરવાળા તાલુકાના ઢાઢોદર ગામે સ્વચ્છ ભારત મિશન યોજના (ગ્રામીણ) “સ્વચ્છતા હી સેવા” અંતર્ગત કાર્યક્રમ સંપન્ન


ગામમાં સ્વચ્છતા જાળવવા બદલ ઢાઢોદર ગામના સરપંચ તથા તલાટી કમ મંત્રીને પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા

બરવાળા તાલુકાના ઢાઢોદર ગામે સ્વચ્છ ભારત મિશન યોજના (ગ્રામીણ) “સ્વચ્છતા હી સેવા” અંતર્ગત એસ.એન.વીડીયા પ્રાથમિક શાળા ખાતે નિર્મળ ગુજરાત ૨.૦ “સાફ શેરી- સાફ રસ્તા અભિયાન” યોજવામાં આવ્યું હતું સાથોસાથ બરવાળા તાલુકા પંચાયત કચેરી ખાતે SBM શાખા દ્વારા સ્વચ્છતા હી સેવા પ્રકલ્પ અંતર્ગત વ્યાખ્યાન યોજવામાં આવ્યું હતું. જેમાં બરવાળા તાલુકા વિકાસ અધિકારી અક્ષયસિંહ રાજપૂતે સ્વચ્છતા અંગે ગ્રામજનોને માર્ગદર્શિત કર્યા હતા ઉપરાંત SBM-G બરવાળાના કર્મયોગીઓ દ્વારા P.P.T મારફતે રસપ્રદ માહિતી આપવામા આવી હતી આ અવસરે ઢાઢોદર ગામના સરપંચ તથા તલાટી કમ મંત્રીને ગામમાં સ્વચ્છતા જાળવવા બદલ પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા હતા કાર્યક્રમમાં સ્વચ્છતા જાળવવા ગામલોકો સંકલ્પબદ્ધ થયા હતા. સ્વચ્છતા અભિયાનને સાર્થક કરતી આ બેઠકમાં સંચાલન સહિતની જવાબદારી બરવાળા SBM શાખાએ સંભાળી હતી.જેમાં આંગણવાડીની બહેનો, ગ્રામજનો તેમજ મોટી સંખ્યામાં શાળાના વિદ્યાર્થીઓ ઉત્સાહપૂર્વક ઉપસ્થિત રહ્યા હતા.

બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા

મો:૮૦૦૦૮૩૪૮૮૮


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.