લુણાવાડા નગરમાં આવેલ ગ્રામીણ બેંક દ્વારા નાની ઝાંઝરી ગામે લોક જાગૃતિનો કાર્યક્રમ
મહીસાગર જીલ્લાના લુણાવાડા તાલુકાના નાની ઝાંઝરી ગામે ખાતે લુણાવાડા ગ્રામીણ બેંકના કર્મચારી દિનેશભાઈ દ્વારા સમાજ ઘર ખાતે મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં ગામમાંથી મોટી સંખ્યામાં નાગરીકો, ભાઈઓ બહેનો હાજર રહ્યા હતા.
જયારે બરોડા ગુજરાત ગ્રામીણ બેંકમા આપવામાં આવતા દરેક પ્રકારના લાભો વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી તેમજ ગામ લોકોને બેંકમાં ખાતા ખોલવાનું પણ માહિતી આપવામા આવી હતી.બેંકમાં પ્રધાનમંત્રી વીમા યોજના તેમજ બેંકમાં ચાલતી વિવિધ સરકારી યોજનાઓ વિશે પણ વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યુ હતુ.
9925468227
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.