રાણપુર તાલુકા પંચાયતમાં થતા ભ્રષ્ટાચાર ના વિરોધમાં તાલુકા પંચાયતના ઉપપ્રમુખના પતિ બેઠા આમરણાંત ઉપાસ પર
લ્યો બોલો ભાજપના જ આગેવાને ભ્રષ્ટાચાર ના કર્યા આક્ષેપો, શું હવે ટીડીઓ તપાસ કરશે...કે પછી... ભીનું સંકેલાશે તેવા લોકોમાં પ્રશ્નો
રાણપુર તાલુકા પંચાયતમાં છે ભાજપની સત્તા ત્યારે ભાજપના જ તાલુકા પંચાયત ઉપપ્રમુખના પતિ બેઠા આમરણાંત ઉપાસ પર
બોટાદ જિલ્લાના રાણપુર તાલુકા પંચાયતના ઉપપ્રમુખ રતનબેન ઠોળીયા ના પતિ ગોવિંદભાઈ ઠોળીયા છેલ્લા ત્રણ દિવસથી તાલુકા પંચાયત કચેરી સામે તાલુકા પંચાયતમાં થતા ભ્રષ્ટાચાર ના વિરોધમાં આમરણાંત ઉપાસ પર બેઠા છે રાણપુર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં થતા રોડ રસ્તા, પાણીની લાઈનો, આવાસ યોજના સહિતના કામો એકદમ બોગસ કરવામાં આવે છે તેમજ મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે જે બાબતે રાણપુર તાલુકા પંચાયતના ટીડીઓને અનેકવાર રજૂઆતો કરવા છતાં ટીડીઓ દ્વારા કોઈ પગલા ન ભરાતા આખરે તાલુકા પંચાયતના ઉપપ્રમુખના પતિ ગોવિંદભાઈ ઠોળિયા તાલુકા પંચાયત કચેરી સામે આમરણાંત ઉપવાસ પર બેઠા છે અને જ્યાં સુધી આની નક્કર તપાસ કરવામાં નહીં આવે ત્યાં સુધી ઉપવાસ આંદોલન શરૂ રાખવાનું રાણપુર તાલુકા પંચાયતના ઉપપ્રમુખના પતિ ગોવિંદભાઈએ જણાવ્યું હતું.
બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા
મો:8000834888
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.