‘તમારા સપનાને પૂરુ કરવાનો પ્રયત્ન કરીશ’ : રાહુલ ગાંધીની ભાવુક પોસ્ટ
નવી દિલ્હી, તા. 20 ઓગસ્ટ 2022 શનિવારભારતના પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની આજે 78મી જન્મ જયંતી છે. જે નિમિત્તે આજે સમગ્ર દેશમાં તેમને યાદ કરતા શ્રદ્ધાંજલિ આપવામાં આવી રહી છે. રાજધાની દિલ્હીમાં સ્થિત રાજીવ ગાંધીના સમાધિ સ્થળ વીરભૂમિ પર પહોંચીને કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી વાડ્રાએ તેમને શ્રદ્ધાંજલિ આપી. આ દરમિયાન રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી વાડ્રા સાથે રૉબર્ટ વાડ્રા, સાંસદ કેસી વેણુગોપાલ અને નેતા પ્રતિપક્ષ મલ્લિકાર્જુન ખડગે પણ હાજર હતા. રાજીવ ગાંધીની જયંતી પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી, દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સહિત અન્ય નેતાઓએ પણ તેમને શ્રદ્ધાંજલિ આપી છે. પોતાના પિતા રાજીવ ગાંધીને યાદ કરતા રાહુલ ગાંધી ભાવુક થઈ ગયા. તેમણે પોતાના પિતા રાજીવ ગાંધીને યાદ કરતા એક વીડિયો ટ્વીટ કર્યો છે. જેની સાથે તેમણે લખ્યુ કે 'પાપા, આપ હર પલ મેરે સાથ, મેરે દિલ મેં હૈ. હું હંમેશા પ્રયત્ન કરીશ કે દેશ માટે જે સપનુ તમે જોયુ તેને પૂરુ કરી શકુ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ રાજીવ ગાંધીને આપી શ્રદ્ધાંજલિવડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ રાજીવ ગાંધીની જન્મ જયંતી પર ટ્વીટ કરતા લખ્યુ, આપણા પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીજી ની જયંતી પર કોટિ-કોટિ નમન. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે રાજીવ ગાંધીને યાદ કરતા ટ્વીટ કરી છે. કોંગ્રેસે પણ પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીને શ્રદ્ધાંજલિ આપી છે. કોંગ્રેસે પોતાના સત્તાકીય ટ્વીટર એકાઉન્ટ પર રાજીવ ગાંધીની તસવીર પોસ્ટ કરતા તેમને 21મી સદીના ભારતના વાસ્તુકાર ગણાવ્યા છે.1984 થી 1989 સુધી દેશના વડાપ્રધાન હતા રાજીવ ગાંધીકોંગ્રેસે લખ્યુ કે ભારતના પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીજીની જયંતી પર અમે તેમને શત શત નમન કરીએ છીએ. 21મી સદીના ભારતના વાસ્તુકાર તરીકે સન્માનિત, આ તેમની દૂરદર્શિતાના માધ્યમથી હતુ જેણે ભારતમાં આઈટી અને દૂરસંચાર ક્રાંતિની શરૂઆત કરી. આજે આપણે તેમની ધરોહરનો જશ્ન મનાવીએ છીએ. ઉલ્લેખનીય છેકે પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીનો 20 ઓગસ્ટ 1944એ જન્મ થયો હતો. 1984થી 1989 સુધી રાજીવ ગાંધી દેશના છઠ્ઠા વડાપ્રધાન હતા.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.