શહેરા તાલુકાના ગાંગડીયા ખાતે ૭૫મા પ્રજાસત્તાક પર્વની નિમિતે તાલુકાકક્ષાની ઉજવણી
શહેરા
75મા પ્રજાસત્તાક પર્વ નિમિતે શહેરા તાલુકાના ગાંગડીયા સર્વોદય હાઈસ્કૂલ ખાતે મામલતદાર ધર્મેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં તાલુકા કક્ષાનો કાર્યક્રમ યોજાયો. શહેરા મામલતદાર દ્વારા રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી ધ્વજવંદન કરી રાષ્ટ્રગાન પોલીસ પરેડ સાથે સલામી આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ઉપસ્થિત શહેરા મામલતદાર ધર્મેન્દ્ર પટેલ,તાલુકા વિકાસ અધિકારી પ્રાર્થ પટેલ, ઓમ શાંતિ પરિવાર રતનદીદી ઉપસ્થિત મહાનુભાવો તેમજ પત્રકાર મિત્રોનું પણ પુષ્પગુચ્છ આપી વહીવટી તંત્ર દ્વારા સ્વાગતકરવમાં આવ્યું. આન બાન શાનથી દેશભક્તિના ગાન સાથે વિવિધ સંસ્કૃતિ કાર્યક્રમો રજૂ કરાયા હતા. શહેરા મામલતદાર ધર્મેન્દ્ર પટેલ દ્વારા 75મા પ્રજાસત્તાક દિન પર્વને લઈ શહેરા તાલુકા તેમજ દેશવાસી ને શુભેચ્છાઓ પાઠવી હતી.આ સાથે સારી કામગીરી બિરદાવા બદલ શિક્ષકગણ તેમજ BLO ને સન્માન પત્ર મામલતદાર તેમજ તાલુકા વિકાસ અધિકારીના વરદહસ્તે આપવામાં આવ્યા હતા. આ તાલુકા કક્ષાના કાર્યક્રમમાં સદર ગામને વિવિધ આયોજનના કામોને લઈને સરકાર તરફથી 5 લાખની ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવી હતી.પ્રસંગ અનુરૂપે દેશભક્તિના ગીતો અને આદિવાસી નૃત્યની પ્રસ્તુતિઓ રજૂ કરવામાં આવી હતી. પ્રસ્તુતિને મહાનુભાવોએ રસપૂર્વક નિહાળ્યું હતું. આ કાર્યક્રમમાં સંસ્કૃતિ કાર્યક્રમમાં ભાગ લેનાર બાળકોને પ્રોસાહિતના ભાગરૂપે રોકડ ઇનામ આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ અધિકારીઓ,પદાધિકારીઓ, શિક્ષકગણ, શાળાનો સ્ટાફ, વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટર વિનોદ પગી પંચમહાલ
8140210077
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.