મહિસાગર : છત્તીસગઢ રાજ્યના અંબિકાપુર, કોરબા, સુરજપુર અને સરગુજા જિલ્લાઓમાં આવેલ હસદેવ જંગલ કાપવા પર રોક લગાવવામાં આવે તે હેતુથી સંતરામપુર ખાતે ભીલ પ્રદેશ મુક્તિ મોરચા સંતરામપુર મહીસાગર દ્વારા મામલતદાર શ્રી મારફતે રાષ્ટ્રપતિ શ્રી ને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું. - At This Time

મહિસાગર : છત્તીસગઢ રાજ્યના અંબિકાપુર, કોરબા, સુરજપુર અને સરગુજા જિલ્લાઓમાં આવેલ હસદેવ જંગલ કાપવા પર રોક લગાવવામાં આવે તે હેતુથી સંતરામપુર ખાતે ભીલ પ્રદેશ મુક્તિ મોરચા સંતરામપુર મહીસાગર દ્વારા મામલતદાર શ્રી મારફતે રાષ્ટ્રપતિ શ્રી ને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું.


છત્તીસગઢ રાજ્યના અંબિકાપુર, કોરબા, સુરજપુર અને સરગુજા જિલ્લાઓમાં હસદેવ જંગલ ફેલાયેલું છે. તે આદિવાસીઓની આજીવીકાનું તથા વન્ય પ્રાણીઓનું નિવાસસ્થાન છે. તે અનુસૂચિત વિસ્તારમાં આવેલ છે. છતીસગઢ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા જમીન અધિગ્રહણ કરવામાં આવી રહ્યુ છે. પરંતુ અનુચ્છેદ 338 ક હેઠળ અનુસૂચિત વિસ્તારમાં માઇન્સ એન્ડ મિનરલ્સ એક્ટ 1957 ગેરકાનૂની છે તેવું સુપ્રીમ કોર્ટ ના સમતા જજમેન્ટ બનાવ આંધ્ર પ્રદેશ 1997 અનુસાર રૂઢિગત ગ્રામસભાની મંજૂરી વગર અનુસૂચિત વિસ્તારમાં ખનન કરી શકાશે નહીં. પરંતુ રૂઢિગત ગ્રામસભાની મંજૂરી વગર બળજબરીથી ખોટી ગ્રામસભા બનાવી ઈ- નીલામી, માઈનિંગ લીઝ ના નામ પર ગેર બંધારણીય રીતે અનુસૂચિત વિસ્તારોમાં જમીન અધિગ્રહણ કરવામાં આવી રહી છે તથા હસદેવ જંગલ કાપવામાં આવી રહ્યું છે. જેના કારણે પુરા ભારતના આદિવાસી સમુદાયમાં આક્રોશ છે. માટે તેનું લોકતાંત્રિક રીતે વિરોધ કરવા માટે તથા હસદેવ જંગલ કાપવા પર રોક લગાવવામાં આવે તે હેતુથી આજરોજ સંતરામપુર ખાતે ભીલ પ્રદેશ મુક્તિ મોરચા સંતરામપુર મહીસાગર દ્વારા મામલતદાર શ્રી મારફતે રાષ્ટ્રપતિ શ્રી ને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું.

રિપોર્ટર અરવિંદભાઈ ખાંટ
મહિસાગર.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.