રાજકોટ શહેર વોર્ડનં.૧૫માં વોર્ડ ઓફિસના નવનિર્મિત બિલ્ડીંગનું લોકાર્પણ કરતા ઉદયભાઈ કાનગડ.
રાજકોટ શહેર તા.૧૯/૨/૨૦૨૫ ના રોજ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વોર્ડનં.૧૫માં રૂ.૬૮.૬૧ લાખના ખર્ચે ૮૦ ફૂટ રોડ પર અમુલ સર્કલ પાસે, રાજકોટ ખાતે વોર્ડ ઓફિસના નવનિર્મિત બિલ્ડીંગનું લોકાર્પણ આજ તા.૧૮/૨/૨૦૨૫, મંગળવારના રોજ સવારે ૧૧:૧૫ કલાકે, વિધાનસભા-૬૮ના ધારાસભ્ય ઉદયભાઈ કાનગડના વરદ્દ હસ્તે કરવામાં આવ્યુ. આ લોકાર્પણ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને મેયર નયનાબેન પેઢડીયા ઉપસ્થિત રહેલ. આ લોકાર્પણ કાર્યક્રમમાં વિધાનસભા-૬૮ના ધારાસભ્ય ઉદયભાઈ કાનગડ, મેયર નયનાબેન પેઢડીયા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ, શહેર ભાજપ મહામંત્રી અશ્વિનભાઈ મોલીયા, બાંધકામ સમિતિ ચેરમેન ભાવેશભાઈ દેથરીયા, વોર્ડનં.૧૫ના કોર્પોરેટર વશરામભાઇ સાગઠીયા, કોમલબેન ભારાઈ, ભાનુબેન સોરાણી, કોર્પોરેટર ડૉ.હાર્દિક ગોહિલ, વરજાંગભાઈ હુંબલ, વોર્ડના આગેવાનો તથા વિસ્તારવાસીઓ ઉપસ્થિત રહેલ. વોર્ડ ઓફિસના નવનિર્મિત બિલ્ડીંગનો કુલ વિસ્તાર આશરે ૩૮૮.૦૦ ચો.મી. બાંધકામ વિસ્તાર ૩૧૧.૦૦ ચો.મી.(બંને માળ) આ બિલ્ડીંગમાં દિવ્યાંગો માટે ખાસ રેમ્પની સુવિધા રાખવામાં આવેલ છે. ગ્રાઉન્ડ ફ્લોર પર પાર્કિંગ, વેઇટિંગ એરીયા, વોર્ડ ઓફીસર રૂમ, ટેક્સ રૂમ, S.I રૂમ, જગ્યા રોકાણ શાખા, શોપ લાઇસન્સ શાખા વગેરે માટેના રૂમ, કોમન ટોયલેટ તથા પીવાના પાણીની સુવિધા અને ફર્સ્ટ ફ્લોર પર વેઇટિંગ એરીયા, વોર્ડ.એન્જી. રૂમ, ટેકનીકલ સ્ટાફ રૂમ, સ્ટોર રૂમ, સર્વર રૂમ, કોન્ફરન્સ હોલ, કોમન ટોયલેટ તથા પીવાના પાણીની સુવિધા તેમજ સેકન્ડ ફ્લોર પર સીડી રૂમ અને ઓપન ટેરેસ વગેરે સુવિધા આપવામાં આવેલ છે. આ વોર્ડ ઓફીસ બનાવવાથી વોર્ડનં.૧૫ની અંદાજે ૫૦,૦૦૦ થી વધુની વસ્તીને રાજકોટ મહાનગરપાલિકાની સુવિધાનો લાભ મળશે તેમજ વોર્ડનં.૧૫ના નાગરિકોની સુવિધામાં વધારો થશે.
રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.
9824928038
આ પ્રકારના તમામ સમાચાર માટેે
