આંગણવાડી વર્કરોને 5G સ્માર્ટ ફોન આપવા સરકાર ૫૮.૩૨ કરોડ ખર્ચશે - At This Time

આંગણવાડી વર્કરોને 5G સ્માર્ટ ફોન આપવા સરકાર ૫૮.૩૨ કરોડ ખર્ચશે


આંગણવાડી વર્કરોને 5G સ્માર્ટ ફોન આપવા સરકાર 58.32 કરોડ ખર્ચશે

ડીબીટી યોજના હેઠળ રકમની ફાળવણી કરવા કેન્દ્રને ભલામણ

ગુજરાતમાં કેન્દ્ર પુરસ્કૃત સક્ષમ આંગણવાડી પોષણ અને 2.0 યોજના હેઠળ રાજ્યની આંગણવાડી વર્કરને આધુનિક

ટેકનોલોજી ધરાવતો 5G સ્માર્ટફોન આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આંગણવાડી કેન્દ્રો માટે આ સુવિધા આપવા રાજ્ય સરકારે 58.32 કરોડનો ખર્ચ કરશે.

પોષણ અભિયાન હેઠળ કેન્દ્રોને પૂરા પાડવામાં આવેલા મોબાઈલ કામ કરતાં બંધ થતાં નવી ટેકનોલોજીના ફોન આપવા નિર્ણય

ભારત સરકારે આ યોજનામાં નવી ગાઇડલાઇન પ્રસિદ્ધ કરી છે. રાષ્ટ્રીય પોષણ અભિયાનની માર્ગદર્શિકામાં આંગણવાડી કેન્દ્રોમાં ફરજ બજાવતા આંગણવાડી વર્કર અને સુપરવાઇઝરને ડિજિટલ પ્લેટફોર્મના માધ્યમથી તેમની સેવાઓ મજબૂત બનાવવા રીયલ ટાઈમ | મોનિટરીંગ થઇ શકે તે હેતુથી સ્માર્ટફોન આપવાની જોગવાઇ કરવામાં આવી છે. કેન્દ્ર સરકારે સ્માર્ટફોનની યોજનામાં પ્રતિ નંગદીઠ ૧૦ હજારની મર્યાદામાં ખરીદી કરવાની જોગવાઇ કરી છે. પોષણ અભિયાન અંતર્ગત અગાઉ સ્માર્ટફોન ખરીદીને આંગણવાડી કેન્દ્રોને આપવામાં આવ્યા હતા પરંતુ તે કામ કરતા બંધ થઈ ગયા છે. હવે એ જૂના ફોનમાં આધુનિક ટેકનોલોજી નહીં હોવાથી નવી
ટેકનોલોજીના 5G સ્માર્ટફોન ખરીદીને આપવા કેન્દ્ર સરકારે વિવિધ રાજ્યોને જણાવ્યું છે, જેના ભાગરૂપે ગુજરાત સરકારે નવી ટેકનોલોજીના સ્માર્ટફોન આપવાનું નક્કી કર્યું છે. રાજ્યના મહિલા અને બાળ વિકાસ વિભાગે એક આદેશમાં જણાવ્યું છે કે પસંદગીના આંગણવાડી વર્કરોને નવી ટેકનોલોજીના સ્માર્ટફોન આપવા| 58.32 કરોડ મંજૂર કરવામાં આવ્યા છે| જેમાં 60 ટકા એટલે કે 34.99 કરોડ| કેન્દ્ર સરકાર અને 40 ટકાના ધોરણે 23.33 કરોડ રૂપિયા રાજ્ય સરકારના રહેશે.કેન્દ્રના આદેશથી આ ખરીદી કરવાની થાય છે પરંતુ રાજ્ય સરકારે સ્માર્ટફોનની ખરીદીના સ્થાને ડીબીટી યોજના હેઠળ રકમની ફાળવણી કરવાની મંજૂરી માગી હોવાથી તે મંજૂરી મળ્યે ચૂકવવાની થતી રકમ ડાયરેક્ટર બેન્ક ખાતામાં જમા કરી દેવામાં આવશે. નક્કી કરવામાં આવેલા લાભાર્થીઓની મર્યાદામાં જ આ સહાય ચૂકવવામાં આવનાર છે. રાજ્યમાં હાલની સ્થિતિએ 53029 આંગણવાડીઓ આવેલી છે જે પૈકી 38403 પોતાના તેમજ 14626 ભાડાના મકાનમાં બેસે છે. પોષણ મિશનમાં કામ કરતી મહિલા વર્કરોની કુલ સંખ્યા 104258 થવા જાય છે.

રીપોર્ટર : સી કે બારડ
મો : 7600780700


+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.