104 ડિપોર્ટ ભારતીયોને અમેરિકાએ પરત મોકલ્યા:ગુજરાત-હરિયાણાના 33-33, પંજાબના 30 લોકો; એરપોર્ટની બહાર નીકળતી વખતે લોકોએ ચહેરા છુપાવ્યા
અમેરિકાએ બુધવારે તેની નવી ઇમિગ્રેશન નીતિ હેઠળ 104 ગેરકાયદેસર ભારતીય ઇમિગ્રન્ટ્સને બળજબરીથી ડિપોર્ટ કર્યા. તેમને લઈ જતું યુએસ એરફોર્સનું વિમાન C-17 ગ્લોબમાસ્ટર અમૃતસરના એરફોર્સ બેઝ પર ઉતર્યું. આમાં પંજાબના 30, હરિયાણા અને ગુજરાતના 33-33 લોકોનો સમાવેશ થાય છે. અમૃતસર એરપોર્ટના સુરક્ષા અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ લોકોની ચકાસણી કરવામાં આવી હતી. અહીંથી, ઇમિગ્રેશન અને કસ્ટમ્સમાંથી ક્લિયરન્સ મળ્યા બાદ તેમને પંજાબ પોલીસને સોંપવામાં આવ્યા. લગભગ સાડા ત્રણ કલાક પછી યુએસ એરફોર્સનું વિમાન પાછું ફર્યું. અમેરિકાએ કુલ 205 ગેરકાયદેસર ભારતીયોને ડિપોર્ટ માટે ચિહ્નિત કર્યા છે. આ ભારત મોકલવામાં આવશે. ડિપોર્ટ કરવાના 186 ભારતીયોની યાદી પણ જાહેર કરવામાં આવી હતી. બાકીના લોકો ક્યાં છે અને તેમને ક્યારે ડિપોર્ટ કરવામાં આવશે તે હજુ સ્પષ્ટ નથી. યુએસ ઇમિગ્રેશન અને કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટ અનુસાર 19 હજાર ગેરકાયદેસર ભારતીય ઇમિગ્રન્ટ્સને ડિપોર્ટ કરવામાં આવશે. ટ્રમ્પે આ પગલું એવા સમયે લીધું છે જ્યારે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી 12 ફેબ્રુઆરીએ બે દિવસની અમેરિકાની મુલાકાતે જવાના છે. ટ્રમ્પ સાથે પીએમની મુલાકાત 13 ફેબ્રુઆરીએ થવાની છે. આ દરમિયાન પંજાબના NRI બાબતોના મંત્રી કુલદીપ ધાલીવાલે કહ્યું કે પીએમ નરેન્દ્ર મોદી કહે છે કે યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ તેમના મિત્ર છે. તે તેમના માટે પ્રચાર કરવા પણ ગયા. તેમણે ટ્રમ્પને મળવું જોઈએ અને આનો ઉકેલ શોધવો જોઈએ. ગ્લોબમાસ્ટરને ભારત મોકલવા માટે આશરે 6 કરોડ રૂપિયાનો ખર્ચ આ અમેરિકી લશ્કરી વિમાન ભારતીય સમય મુજબ 4 ફેબ્રુઆરીના રોજ સવારે 3 વાગ્યે અમેરિકાના સાન એન્ટોનિયો જવા રવાના થયું. આ પહેલીવાર છે જ્યારે અમેરિકાએ ઇમિગ્રન્ટ્સને મોકલવા માટે લશ્કરી વિમાનનો ઉપયોગ કર્યો. અમેરિકી રાષ્ટ્રપતિનો કાર્યભાર સંભાળ્યા પછી, ટ્રમ્પે ગેરકાયદેસર રીતે રહેતા બહારના લોકોને દેશનિકાલ કરવાનો આદેશ આપ્યો હતો. ગ્લોબમાસ્ટરને ભારત મોકલવા માટે આશરે 6 કરોડ રૂપિયાનો ખર્ચ થયો. આ ચાર્ટર્ડ ફ્લાઇટ કરતા લગભગ છ ગણું વધારે છે. 104માં 8-10 વર્ષના બાળકોનો પણ સમાવેશ
અમૃતસર એરપોર્ટ પર લાવવામાં આવેલા 104 લોકોમાં કેટલાક પરિવારો પણ સામેલ છે. આ ઉપરાંત 8-10 વર્ષના બાળકોનો પણ સમાવેશ થાય છે. સુરક્ષા અધિકારીઓના જણાવ્યા અનુસાર, પંજાબ, હરિયાણા અને ચંડીગઢના લોકોને રોડ માર્ગે ઘરે મોકલવામાં આવશે. ગુજરાત, મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશના લોકોને ફ્લાઇટ દ્વારા ઘરે મોકલી શકાય છે. અમેરિકાથી ડિપોર્ટ થયેલાં ભારતીયોમાં 33 ગુજરાતી
વિમાનમાં જે 33 ગુજરાતીઓ છે તે આવતીકાલ સુધીમાં અમદાવાદ આવે તેવી શક્યતા છે. જે 33 ગુજરાતીઓ પરત ફરી રહ્યા છે તેઓનું લિસ્ટ ભાસ્કરને મળ્યું છે. જેમાં સૌથી વધુ પટેલ અને ઉત્તર ગુજરાતના છે. ઉત્તર ગુજરાતના 28, મધ્યના 4 અને દક્ષિણ ગુજરાતના 1 વ્યક્તિનો સમાવેશ થાય છે. જ્યારે 8 સગીર પણ ભારત પરત ફરી રહ્યા છે. અમેરિકાથી પરત ફરેલા ગુજરાતીઓનું લિસ્ટ
આ પ્રકારના તમામ સમાચાર માટેે
