આપ ના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ઈશુદાન ગઢવી રાજુલા ની મુલાકાતે
નગરપાલિકાની ચૂંટણી ના ઢોલ ધબકવાના હોય ત્યારે....
આપ ના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ઈશુદાન ગઢવી રાજુલા ની મુલાકાતે
સમગ્ર ગુજરાતમાં નગરપાલિકાની ચૂંટણીઓ પર દરેક રાજકીય પક્ષની નજર હોય ત્યારે રાજુલા શહેરમાં પણ ચૂંટણીઓ જાહેર થાય તે પહેલા દરેક રાજકીય પક્ષ પોતાની રીતે કમર કસી રહી છે ત્યારે આવા સમયે રાજુલા શહેરમાં આપના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ઈશુદાન ગઢવીએ રાજુલાની અચાનક જ મુલાકાત લીધી ત્યારે તેમણે રાજુલા શહેરના આમ આદમી પાર્ટીના નગરપાલિકા નાં ઇન્ચાર્જ કિશોરભાઈ ધાખડા સાથે ચૂંટણી બાબતે ચર્ચાઓ કરી ત્યારબાદ એક જાહેર મીટીંગ નું આયોજન કરવામાં આવેલું જેમાં બહોળી સંખ્યામાં લોકો એકત્રિત થયેલા ત્યારે આ કાર્યક્રમમાં વિશેષ
ઈશુદાન ગઢવી ગુજરાત પ્રદેશ અઘ્યક્ષ
નિકુંજભાઈ સાવલિયા
અમરેલી જિલ્લા પ્રમુખ
ભરતભાઈ બલદાણીયા
જિલ્લા ઉપપ્રમુખ અને તેમજ રાજુલા નગરપાલિકા ચૂંટણી ઇન્ચાર્જ શ્રી કિશોરભાઈ ધાખડા .આમ આદમી પાર્ટી નેતા જેન્તીભાઇ બાંભણિયા તાલુકાના પ્રમુખ કીરીટ પંડ્યા
રાજુલા શહેર પ્રમુખ આપ હુસેનભાઇ ઝાંખરા લઘુમતી મોરચાના પ્રમુખ રાજુલા સહિત ના વિવિધ અગ્રણી હાજર રહેલ ત્યારે રાજુલા શહેરના વિકાસ બાબતે ચર્ચાઓ કરવામાં આવેલી તેમજ ખુલ્લા મંચમાં રાજુલા શહેરના નગરજનોને જે કાંઈ પ્રાણ પ્રશ્નો હતા તે રજૂ કરવામાં આવેલા ત્યારે સાથે સાથે જે કાંઈ પ્રશ્નો છે ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ઈશુદાન ગઢવી દ્વારા નોંધ લેવામાં આવી
અને અંતમાં ખાંભા તાલુકાના પ્રમુખ તરીકે કમલેશ ત્રિવેદીની નિમણૂક કરવામાં આવી
9327252552
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.