બાલાસિનોરમાં માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામનાર મહિલા પો. કર્મીના પરિવારને રૂા.૧ કરોડની આર્થિક સહાય - At This Time

બાલાસિનોરમાં માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામનાર મહિલા પો. કર્મીના પરિવારને રૂા.૧ કરોડની આર્થિક સહાય


બાલાસિનોરમાં માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામનાર મહિલા પોલીસ કર્મચારીના પરિવારને રૂા.૧ કરોડની આર્થિક સહાય કરાઇ હતી. જેમાં તેમના પરિવારને જિલ્લા પોલીસ વડા અને બેન્કના કર્મચારી દ્વારા ચેક અર્પણ કરાયો હતો.

મહિસાગર જિલ્લાના બાલાસિનોર અમદાવાદ હાઇવે પર એક વર્ષ અગાઉ માર્ગ અકસ્માતમાં મરણ જનાર મહિલા પોલીસ કર્મચારી તુલસીબેન પોતાની એક્ટિવા લઈ ઘરે જતા સમયે રસ્તા માં તેમને અકસ્માત નડ્યો હતો જેમાં તેમનું મોત નીપજ્યું હતું જેને લઈ પરિવાર ને આવી પડેલ મુશ્કેલી માં જીલ્લા પોલિસ વડા
જયદીપસિંહ જાડેજા અને જીલ્લા માં નોકરી કરતા પોલિસ કર્મચારીઓ દ્વારા ૧૭ લાખ ની આર્થિક સહાય મહિલા પોલિસ કર્મચારી ના પરિવાર ને કરવામાં આવી હતી જોકે ત્યાર બાદ મહિલા પોલીસ કર્મચારી નું સેલેરી એકાઉન્ટ અક્સીસ બેન્ક માં હોય બેન્ક ના કર્મચારીઓ ના લાભ ને લઈ અકસ્માત માં મરણ જનાર મહિલા કર્મચારી તુલસીબેન પણ તેનો લાભમળ્યો છે જેના ભાગ રૂપે આજે અક્ષીસ બેન્ક ના મેનેજર યોગેશભાઈ પંચાલ અને અન્ય કર્મચારીઓ દ્વારા જીલ્લા પોલીસ વડા ની હાજરી માં મહિલા કર્મચારી ના પરિવાર ને રૂપિયા ૧ કરોડ નો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો


9825094436
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image