થાન ચોટીલા વચ્ચે પુલની સંરક્ષણ દિવાલ તૂટતા અકસ્માતનો ભય
સુરેન્દ્રનગર જીલ્લાના થાનગઢ ચોટીલા રોડ પર પુલની દીવાલ તૂટી ગઇ છે ત્યારે આ રોડ પર ધાર્મિક સ્થાન આવેલા છે જ્યારે અમદાવાદ રાજકોટ હાઇવે પર જવા માટે અનેક વાહનો અહીંથી પસાર થતા હોવાથી અકસ્માતનો ભય રહે છે થાન અને ચોટીલા વચ્ચે 20 કિલોમીટરનું અંતર જેની અંદર ધાર્મિક સ્થળો આવેલા છે ચોટીલા રોડથી રાજકોટ અમદાવાદ હાઈવે જ્યાંથી લોકો સિરામિક માટે થાનગઢ આવતા હોય છે બીજુ સિરામિક માટેના રાજસ્થાનથી આવતા રો મટિરિયલ જેની ગાડીનું આવાગમન હોય છે આથી આ રોડ સતત ટ્રાફિકવાળો હોય છે 24 કલાકની અંદર 2થી 3 હજાર વાહન ચાલતા હશે થાન ચોટીલા રોડ લોકોને 20 કિલોમીટર અંતર કાપવું હોય તો 1 કલાક થાય જે તમે રાજકોટ પહોંચી જવાય આટલો ટાઈમ આ રોડ ઉપર લાગતો પણ હમણાં થાનથી ઝરીયા મહાદેવ સુધી રોડ બનાવવામાં આવેલ છે તો કંઈક રાહત છે જ્યારે આગળનો રોડ તો ખરાબ જ છે આ અંગે ઘનશ્યામસિંહ ઝાલા અને ચંદુભાઈ પ્રજાપતિએ જણાવ્યું કે આ રોડ ઉપર અનેક પુલ આવેલા છે એમાંનો એક પુલ હોટલ પછી એક દીવાલ ઘસી ગઈ છે આથી ગમે ત્યારે અકસ્માત થવાનો ભય રહેલો છે આથી તાત્કાલિક રોડ બને કે ન બને સંરક્ષણ દીવાલ બનાવવામાં આવે એવી માગ છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે
