ભચાઉ નગરની વચોવચ ફટાકડા બજારને મંજુરી આપનાર અધિકારીઓ ઉપર કાર્યવાહી કરવામાં આવે તેવી રજુવાત કરાઈ
ભચાઉ નગરની વચોવચ ફટાકડા બજારને મંજુરી આપનાર અધિકારીઓ ઉપર કાર્યવાહી કરવામાં આવે તેવી રજુવાત કરાઈ
ભચાઉ નગરના ફટાકડા ના હોલસેલ વેપારી રામભાઈ નાનાલાલ ઠક્કર દ્વારા છેલ્લા બે મહિનાથી થી ફટાકડા નો ખાનગી રાહે વેપલો ચાલુ છે.અમોને મળેલી ખાનગી જાણકારી તથા વિડિયો ફૂટેજ ને આધારે કોઈ જ મંજુરી કે સુરક્ષા ના ધારાધોરણો નું પાલન કર્યા વિના ફટાકડા ને ખાનગી રીતે મનફાવે એમ ખાસ તો રાત્રીના વેચાણ કરી રહેલ છમહતા.આ વેપારી ના ફટાકડા જ્યાં રાખેલ છે એ ગોડાઉન પણ જાહેર જનતા ના રહેણાંક વિસ્તારમાં આવેલા છે, આ વેપારી દ્વારા દર વર્ષની જેમ આ વરસે પણ નાના વેપારીઓ ને વેચાણ માટે સાથે રાખી ભચાઉ નગરની વચોવચ એક વિશાળ ફટાકડા બજાર ઉભી કરવામાં આવી છે.આ બજાર ગામ ની ભીડભાડ થી દૂર, રહેણાંક વિસ્તાર થી દૂર, દવાખાના થી દૂર બને એવી અમોએ લેખિત રજૂઆત તારીખ. ના ભચાઉ મામલતદાર,નાયબ કલેકટરશ્રી,પીઆઈ શ્રી ને કરેલી.અમોએ અગાઉ ગુજરાત માં અધિકારીઓ અને ધંધાદારીઓ ની મિલીભગત થી સસ્તા મનોરંજન ની લાયમાં નિર્દોષ લોકો ના ભોગ બનવા ના રાજકોટ ગેમિંગ ઝોન જેવા બનાવો ભચાઉ નગરમાં ન બને એ બાબતે સતર્ક કરેલા.છતા આ ભયંકર વિસ્ફોટ ફટાકડા બજાર ભચાઉ નગરની મધ્યમાં અધિકારીઓ ની મંજુરી થી બની રહી છે.જેથી ભવિષ્યમાં જો કોઈ કારણસર આ સ્થળે આગ કે અન્ય કોઈ પણ અનિચ્છનીય બનાવ કે ઘટના બને તો આ બનાવ માટે ભચાઉ નાયબ કલેકટરશ્રી, મામલતદારશ્રી તથા ભચાઉ પીઆઈ શ્રી ને જવાબદાર ગણાવી કાયદેસર કાર્યવાહી થવી જોઈએ.
આ બાબતે અમો ભચાઉ નગરના જાગૃત નાગરિકો દ્વારા તંત્ર નું ધ્યાન દોરેલ છે.તથા આ બાબતે કચ્છ કલેકટર શ્રી ને આગામી દિવસોમાં આવેદનપત્ર આપી અમો જાહેરનામાનુ ભંગ ન થાય એ રીતે ગાંધી ચિંધ્યા માર્ગે ઉપવાસ આંદોલન પણ શરૂ કરવા જાઈ રહ્યા છીએ.અધિકારીઓ ની બેદરકારી થી ગુજરાત માં આવી મંજુરી ઓ આપવામાં આવે છે જેને ગંભીરતા થી ધ્યાનમાં રાખવા આવે તેમ આવેદનપત્ર દ્વારા ભચાઉ શહેર કોંગ્રેસ પ્રમુખ
મનજીભાઈ આર.રાઠોડ રજુવાત કરી હતી.
રિપોર્ટ -દિપક આહીર
9909724189
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.