વડોદરા સુરસાગર તળાવમાં પ્રેમી પંખીડાનો આપઘાતનો પ્રયાસ , બે સિક્યુરિટી ગાર્ડે તળાવમાં કૂદી જીવ બચાવ્યો .
વડોદરાની મધ્યમાં આવેલા સુરસાગર તળાવમાં મોતનો ભૂસકો મારનાર પ્રેમી પંખીડાને ફરજ પરના બે સિક્યુરિટી ગાર્ડે જીવના જોખમે તળાવમાં કૂદી સહી સલામત બહાર કાઢી તેમનો જીવ બચાવી પ્રશાસનીય ફરજ અદા કરી હોવાની ઘટના સામે આવી છે . ગઈકાલે રાત્રે સુરસાગર તળાવ ગેટ નંબર 01 ખાતે સિક્યુરિટી તરીકે પ્રકાશ રાઠોડ તથા પ્રકાશ કહાર ફરજ બજાવી રહ્યા હતા . તે સમયે 8 : 30 વાગ્યાના સુમારે પ્રેમી પંખીડાઓએ સુરસાગર તળાવમાં ઝંપલાવ્યું હતું . તળાવ કિનારે હાજર એક જાગૃત નાગરિકે ઘટના અંગે તુરંત ઉપરોક્ત સિક્યુરિટી ગાર્ડનું ધ્યાન દોર્યું હતું . જેથી પ્રકાશ રાઠોડ અને પ્રકાશ કહાર બંનેએ કાંઈ પણ વિચાર્યા વિના તળાવમાં કૂદી પ્રેમી પંખીડાને બહાર કાઢી તેમનો જીવ બચાવ્યો હતો . સિક્યુરિટી ગાર્ડે બનાવ સંદર્ભે પોલીસને જાણ કરતાં રાવપુરા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી . જોકે પોલીસ પહોંચે તે અગાઉ તકનો લાભ ઉઠાવી પ્રેમી સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો . જ્યારે પ્રેમિકાને પોલીસ કાર્યવાહી હેતુ લઇ રવાના થઈ હતી . જ્યાં યુવતીને પરિવારજનોને સોંપી હતી . જોકે રાવપુરા પોલીસ તરફથી આ અંગે હજુ સુધી સત્તાવાર માહિતી જાણવા મળી નથી .
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.