મહિસાગર : સંતરામપુર 123 વિધાનસભા માં ભાજપના ઉમેદવાર કુબેર ભાઈ ડિંડોરની સભામાં વિરોધ.
મહીસાગર બ્રેકિંગ
સંતરામપુર 123 વિધાનસભા માં ભાજપના ઉમેદવાર અને મંત્રીની સભામાં વિરોધ
વિશ્લેષણ સમિતિથી પીડિત આદિવાસી યુવાનોએ મંત્રી સાહેબનો લીધો જાહેરમાં ઉધડો
માછીનાનાધ્રા ગામે ભાજપે યોજી હતી સભા
સભામાં જિલ્લા પંચાયતના પ્રમુખ, પાર્ટી પ્રમુખ સહિત મોટા નેતાઓ હતા હાજર.
આદિવાસી યુવાનો બે સભામાં રાહ જોઈને બેઠા હતા પરંતુ મંત્રી સાહેબને ખબર પડતાં બે સભા રદ કરી છેવટે ત્રીજી સભામાં માછી ના નાધરા મુકામે આદિવાસી યુવાનો આવી પહોંચ્યા હતા
જ્યાં તેમણે ચાર વર્ષ થી જળહળ તા પ્રશ્નો ને લઈને ઉગ્ર બોલાચાલી પણ થઈ અને જાહેરમાં ઉધડો પણ લઈ લીધો હતો.
આવતીકાલે ગુજરાતના મુખ્યમંત્રીની સભા તથા બીજી જાહેરસભાઓનો પણ વિરોધ કરવામાં આવશે તેવી ચીમકી પણ આપવામાં આવી છે.
ડૉ કુબેર ભાઈ ડિંડોર ઉમેદવાર અને ચાલુ ધારાસભ્ય હોવા છતાંય આ બાબતે 4 વર્ષ થી પોતાના મતદારોની મદદ ન કરી હોવાનો આક્ષેપ કર્યો હતો
કડાણા તાલુકાના દિવડા ખાતે કડાણા અને સંતરામપુર તાલુકાનાં આદિવાસી લોકો છેલ્લા 30, 35 એટલે કે આચાર સંહિતા પહેલાં થી જ ધરણા પર બેઠા છે છતાં આજ દિન સુધી કુબેરભાઈ ડિંડોરે ધરણા સ્થળ ની આજ દિન સુધી મુલાકાત પણ લીધી નથી આટલાં દિવસો થયાં હોવા છતાં નેતાઓ અને સરકારના પેટનું પાણી પણ હલતું નથી અને ચૂંટણી સમયે વોટ લેવાં જ આવવું છે શું તેવા આક્ષેપો પણ કરવામાં આવ્યાં હતાં.
સંતરામપુર 123 વિધાન સભામાં આવાં અનેક પ્રશ્નો નાં કારણે ભાજપ ને ફટકો પડે તેવી સંભાવના.
રિપોર્ટર અરવિંદભાઈ ખાંટ
મહિસાગર, કડાણા.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.