રાજકોટ શહેર ફોર વ્હિલ ગાડીના માલીકોને વિશ્વાસમાં લઇ સેલ્ફ ડ્રાઇવીંગના બહાને વિશ્વાસઘાત કરી કૌભાંડ આચરનાર ઇસમોને પકડી પાડતી ક્રાઈમ બ્રાંચ.
રાજકોટ શહેર ફોર વ્હિલ ગાડીના માલીકોને વિશ્વાસમાં લઇ સેલ્ફ ડ્રાઇવીંગના બહાને વિશ્વાસઘાત કરી કૌભાંડ આચરનાર ઇસમોને પકડી પાડતી ક્રાઈમ બ્રાંચ.
રાજકોટ શહેર તા.૨૫/૪/૨૦૨૪ ના રોજ રાજકોટ શહેરના અલગ-અલગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગાડી માલીકો પાસેથી કૂલ-૫૦ થી વધુ ફોર વ્હિલ ગાડીઓ આવા ઇસમો દ્વારા સેલ્ફ ડ્રાઇવીંગમાં ભાડેથી મેળવી, ગાડી માલીકને ગાડીનું ભાડું કે ગાડી પરત નહિ આપી વિશ્વાસઘાત અને છેતરપીંડી કરેલ હોય જે બાબતે (૧) કાનજી ઉર્ફે આકાશ ઉર્ફે અક્કી ગોગનભાઇ પટેલ રહે-રાજકોટ (૨) બીલાલશા હસનશા શાહમદાર રહે-જામનગર વાળાઓ વિરૂદ્ધ રાજકોટ શહેરના અલગ-અલગ પોલીસ સ્ટેશનોમાં ગુન્હાઓ રજીસ્ટર્ડ થયેલ હોય, ગુન્હાઓમાં સંડોવાયેલ આરોપીઓ દ્વારા છેતરપીંડી આચરવાનું મોટું રેકેટ ચલાવવામાં આવતું હોવાની શક્યતા રહેલી હોય જેથી ગુન્હાઓની ગંભીરતાને ધ્યાને લઇ આગળની તપાસ DCB પોલીસ સ્ટેશનના એમ.જે.હુણને સોંપવામાં આવેલ. કુલ-૪૭ ફોર વ્હિલ ગાડીઓ કિ.રૂ.૩,૫૧,૫૦,૦૦૦ નો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.