સૂચિત જમીનમાં કેટલી શાળા, શિક્ષકોની ભરતી ક્યારે? ઉકેલ ન આવ્યો : બાંહેધરી મળી કે સરકારમાં જાણ કરીશું
મનપાના જનરલ બોર્ડમાં કોર્પોરેટરોએ
વશરામ સાગઠિયાએ વિગતો માગી પેટા પ્રશ્નો કર્યા, એકને એક વાત ફરી ફરી પૂછતા ભાજપના કોર્પોરેટર ગુસ્સે થયા, પ્રશ્ન બદલાવવા મેયર પર કરાયું દબાણ પણ મેયરે અધ્યક્ષપદ જાળવ્યું
એક જ પ્રશ્નમાં બોર્ડ પૂરું કરવાની ભાજપની વર્ષો જૂની નીતિમાં શાસકો પોતે જ ફસાયા
રાજકોટ મહાનગરપાલિકાના જનરલ બોર્ડના ઈતિહાસમાં પ્રથમ વખત શિક્ષણના પ્રશ્નને લઈને 1 કલાક અને 10 મિનિટ ચર્ચા થઈ હતી. આ ચર્ચા લંબાતા પહેલા બોર્ડ હાસ્યાસ્પદ બનાવાયું હતું બાદમાં શાસકો જ પોતાની વાતમાં ફસાઈ જતા ગુસ્સા અને રોષ સાથે પ્રશ્ન બદલાવવા પ્રયાસ થયા પણ જવાબ પૂરો ન થતા ચર્ચા ચાલુ રાખી હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.