વંથલી શહેર માં લગાવાયેલ કિંમતી સીસી ટીવી કેમેરા સોભાના ગાંઠીયા સમાન : કેમેરા ની જાળવણી કરવામાં બેદરકાર તંત્ર સામે પગલાં લેવા કોંગ્રેસ પ્રમુખ ની માંગ…
શોભા નાં ગાંઠીયા સમાન બંધ હાલત માં રહેલ સીસી ટીવી કેમેરા જનહિત માં ત્વરિત ચાલુ કરવા ઈરફાન શાહ એ ઉઠાવ્યો અવાઝ
વંથલી :
વંથલી શહેર માં ચોરી ચકારી, લુંટફાટ, રોમિયોગીરી, લુખ્ખાગીરી, નશાખોરી અને વાહન ચોરી જેવા દુષણો ડામવા અને તેના પર અંકુશ લઈ આવવા અને ગુનાહિત પ્રવૃત્તિઓ પર તિસરી આંખ થકી બાજ નજર રહે તેવા શુભ આશયથી શહેર નાં મુખ્ય માર્ગો,મેઈન બજાર, શાક માર્કેટ, શાળા,બસ ડેપો અને ઓફિસિયલ વિસ્તાર ને આવરી લઈ વંથલી નગરપાલિકા દ્વારા 14 મા નાણાં પંચ અને સ્વ ભંડોળ યોજના અંતર્ગત 30 થી વધુ સીસી ટીવી કેમેરા ગોઠવવા માં આવેલ હતા,અને તેના માટે માતબર રકમ ખર્ચ કરવામાં આવેલ પરંતુ કરમ ની કઠણાઈ કે સીસી ટીવી કેમેરા થી સજ્જ વંથલી શહેર નાં રાજમાર્ગો પર એક પણ કેમેરો ચાલુ નથી જેનો ભરપુર લાભ અસામાજિક તત્ત્વો ઉઠાવી રહ્યા છે,
વંથલી શહેર કોંગ્રેસ પ્રમુખ ઈરફાન શાહ એ નગર પાલિકા ચીફ ઓફિસર ને રજુઆત કરતા જણાવ્યું હતું કે,પ્રજા નાં પૈસે માતબર રકમ ખર્ચ કરી ઊભી કરાયેલ સુવિધા ની જાળવણી શા કારણે કરવામાં આવતી નથી તેવો વેધક સવાલ કરી મેન્ટેનન્સ કરવામાં નિષ્ફળ નીવડેલ કંપનીઓ સામે ફોઝદારી કાર્યવાહી કરવા માંગ કરી હતી અને શોભા નાં ગાંઠીયા સમાન બંધ હાલત માં રહેલ સીસી ટીવી કેમેરા જનહિત માં ત્વરિત ચાલુ કરવા માંગ ઉઠાવી હતી...
રિપોર્ટર...
મોઈન નાગોરી
વંથલી...
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.