ફતેહગઢ ગામે નિઃશુલ્ક આયુષ્યમાન કાર્ડ કેમ્પ યોજાયો. - At This Time

ફતેહગઢ ગામે નિઃશુલ્ક આયુષ્યમાન કાર્ડ કેમ્પ યોજાયો.


રાપર તાલુકાના ફતેહગઢ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ફતેહગઢ તાલુકા પંચાયત સહિત સીટ હેઠળ આવતા ગામો માટે નિઃશુલ્ક આયુષ્યમાન કાર્ડ કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું
યોજાયેલ કેમ્પ માં 62 લોકોએ લાભ લીધો હતો
તેમજ સરકાર દ્વારા ચાલતી વિવિધ યોજનાઓ વિશે માહિતગાર કરાયા હતા.
આયુષ્યમાન કાર્ડ યોજના દ્વારા ગરીબ પરિવારના લોકોને મફત સારવાર મળી રહે છે જેમાં નાગરિકો સામાન્ય બીમારીથી લઈને ગંભીર બીમારી સુધીની સારવાર મેળવી શકે છે.
વાર્ષિક ધોરણે લાભાર્થી પરિવારોને યોજના દ્વારા આયુષ્માન કાર્ડ દ્વારા રૂ. 5 લાખની કેશલેસ આરોગ્ય સુવિધા પૂરી પાડવામાં આવે છે
ડો. કિંજલ ડામોર, તાલુકા પંચાયત સભ્ય ભાવેશભાઈ પટેલ , ધનજીભાઈ સોલંકી, સતીષ સોલંકી તેમજ ફાલ્ગુનીબેન અને ફતેહગઢ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સ્ટાફ સહયોગી બન્યા હતા.
કેમ્પ યોજવા બદલ ગામ લોકે એ ફતેહગઢ તાલુકા પંચાયત સીટ ના સદસ્ય ભાવેશભાઈ દેવરાજભાઈ પટેલ સહિત આરોગ્ય સ્ટાફનો આભાર વ્યક્ત કર્યો હતો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.