હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનના મોટર સાયકલ ચોરીના ગુન્હાનો ભેદ ઉકેલી મુદ્દામાલ સાથે ચોર ઇસમને પકડી પાડતી હિંમતનગર બી ડીવીજન પોલીસ
(રિપોર્ટર ઝાકીર હુસેન મેમણ)
હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનના મોટર સાયકલ ચોરીના ગુન્હાનો ભેદ ઉકેલી મુદ્દામાલ સાથે ચોર ઇસમને પકડી પાડતી હિંમતનગર બી ડીવીજન પોલીસ
નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી, વિરેન્દ્રસિંહ યાદવ સાહેબ ગાંધીનગર વિભાગ ગાંધીનગર તથા પોલીસ અધીક્ષકશ્રી સાબરકાંઠા વિજય પટેલ સાહેબ નાઓએ સાબરકાંઠા જીલ્લામાં ઘરફોડ ચોરી તેમજ વાહન ચોરીઓના ગુન્હા અટકાવવા સારૂ તથા અનડીટેકટ ગુન્હા શોધી કાઢવા સારૂ સુચના આપેલ હોય જે સંદર્ભે હિંમતનગર વિભાગીય પોલીસ અધિકારીશ્રી એ.કે.પટેલ સાહેબના માર્ગદર્શન હેઠળ અમો ઇન્ચાર્જ પો.ઈન્સ એમ.ડી.ચૌહાણ તથા પોલીસ સ્ટાફના માણસો આ દિશામાં સતત વોચ તપાસ કાર્યરત રહેલ.
તા.૦૧/૦૧/૨૦૨૫ ના રોજ અમો તથા પોલીસ સ્ટાફના માણસો સાથે હિંમતનગર બી ડીવી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમા હતા તે દરમ્યાન આ.હેડ.કો.હરપાલસીંહ જસવંતસિંહ તથા અ.હે.કો જીગ્નેશકુમાર સુરેશભાઈ નાઓને ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે, એક ઇસમ જેને બદને સફેદ તથા રાખોડી કલરનુ આખી બાય વાળુ શર્ટ તેમજ આછો ગુલાબી રંગનુ જીન્સ પેન્ટ પહેરેલ છે જે હિરો કંપનીનુ સ્પેન્ડર પ્લસ કાળા કલરનુ સીલ્વર પટ્ટાવાળુ જે મો.સા આગળ પાછળ રજીસ્ટેશન નંબર જોતા નંબર પ્લેટ લગાવેલ નથી મો.સા લઇને ઇડર થી હિંમતનગર તરફ આવે છે જેની પાસેનુ મો.સા ચોરીનુ હોવાની માહિતી મળેલ .જે આધારે પોલીસ સ્ટાફ ના માણસો ધાણધા ફાટક પાસે છુટાછવાયા ઉભા રાખેલ અને વોચ ગોઠવેલ તે દરમ્યાન ઉપરોક્ત વર્ણન વાળો ઇસમ મો.સા લઇને આવતા તેને રોકી તેની નામ ઠામ પુછતા પોતે પોતાનુ નામ જસવંતભાઈ પ્રહલાદભાઇ વાઘેલા રહે, રામનગર સોસાયટી બ્રહ્માણી નગર હિંમતનગર જી.સાબરકાંઠા નો હોવાનુ જણાવેલ જેથી તેની પાસેના મો.સા નો નંબર તેમજ વાહન ના આધાર પુરાવા માગતા તેની પાસે ના હોય જે મો.સા નો ચેચીસ નંબર તેમજ એંજીન નંબર આધારે પોકેટ કોપ એપ્લીકેશન મા સર્ચ કરતા મો.સા હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશન મા એ પાર્ટ ગુ.ર.નં.૧૧૨૦૯૦૧૭૨૪૦૭૧૨/૨૦૨૪ બી.એન.એસ.૩૦૩(૨) મુજબનો ગુન્હો દાખલ થયેલ હોય અને સદરી ઇસમ ની પુછપરછ કરતા પોતે ચાર મહિના અગાઉ ઝહિરાબાદ ખાતેથી રાત્રીના સમયે ચોરી કરેલાની કબુલાત કરતા કાયદેસર ની કાર્યવાહી કરી વધુ તપાસ અર્થે હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશન ખાતે સોપવામા આવેલ છે
આમ, હિંમતનગર ગ્રામ્ય પોલીસ સટેશન ના મોટર સાયકલ ચોરીનો અનડીટેક્ટ ગુન્હાનો ભેદ ઉકેલી ચોર ઇસમને મુદ્દામાલ સાથે પકડી પાડતી હિંમતનગર બી ડીવીઝન પોલીસ .
>> ગુન્હાના કામે રીકવર કરેલ મુદ્દામાલ -
(૧) હિરો કંપનીનુ સ્પેન્ડર પ્લસ ની કિ.રૂ.૨૦,૦૦૦/-
> કામગીરી કરનાર અધીકારી કર્મચારી
(૧) એમ.ડી.ચૌહાણ I/C પોલીસ ઇન્સ્પેક્ટર
(૨) અ.હેડ.કોન્સ વિક્રમસિંહ રુમાલસિંહ
અ.હેડ.કોન્સ જીગ્નેશકુમાર સુરેશભાઇ
આ.હેડ.કોન્સ હરપાલસિંહ જશવંતસિંહ
અ.પો.કો હિતેષકુમાર રમણભાઇ
(એમ.ડી.ચૌહાણ)
I/C પોલીસ ઇન્સ્પેક્ટર હિંમતનગર બી ડીવી પો.સ્ટે
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.