ખરોડમાં હોળી પૂર્વની ભવ્ય ઉજવણી - At This Time

ખરોડમાં હોળી પૂર્વની ભવ્ય ઉજવણી


વિજાપુર તાલુકાના ખરોડ ગામે ખાતે હોળી ની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી 100 વર્ષથી ચાલતી પરંપરા 7 વાગે શુભ મુહૂર્ત ખરોડ ગામમાં મોટા મોઢ માં હોળી પર્વ ની ભવ્ય ઉજવણી થઈ રહી છે ખરોડ ગામમાં પાંચ થી સાતથી વધુ જાહેર સ્થળો એ શાસ્ત્રોકત વિધિ વિધાન સાથે હોળી પ્રગટાવવામાં આવી હતી ખરોડ માં સૌથી મોટી હોળી સરદાર ચોકમાં અને બ્રહ્માણી માતાના ચોકમાં રાવળ વાસમાં હોળી પ્રગટાવવામાં આવી હતી
સ્થાનિક રહેવાસીઓ પટેલ અશ્વિનભાઈ સેવક પટેલ વાસુદેવભાઇ પટેલ પરેશભાઈ એમ ના જણાવ્યા અનુસાર ખરોડ ખાતે છેલ્લા 100 વર્ષથી હોળી પર્વ નિમિત્તે ધામધૂમથી ઉજવણી થાય છે મુહૂર્ત પહેલા 500 થી 700 લોકો ની હાજરી માં બ્રાહ્મણો દ્વારા શાસ્ત્રોકત પૂજા વિધિ કરવામાં આવી હતી હોળી પ્રગટાવવા બાદ મોડી રાત્રે સુધી 200 થી વધુ લોકો હોળી ની પ્રદક્ષિણા કરે છે વિશેષ મહત્વ મુજબ લોકો ધાણી ખજૂર અને શ્રીફળ જેવી સામગ્રી હોળીને પ્રદક્ષિણા કરી ને હોળીમાં હોમે છે નવા લગ્નથી જોડાયેલા વરઘોડિયા અને નાના બાળકોને ઢોલ વગાડીને હોળીના દર્શન કરાવવામાં આવે છે
ગામમાં કોઈ પણ પ્રકારની બનવા ન બને તે માટે પોલીસ બંદોબસ્ત અને ગામ લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા

રિપોર્ટર. મુકેશભાઈ પ્રજાપતિ વિજાપુર


9998240170
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image