સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા તારીખ ૨૯/૦૫/૨૦૨૪ના રોજ ત્રણેય ઝોનમાં પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત તથા ગંદકી કરતા આસામી સામે દંડની કાર્યવાહી હાથ ધરાઈ - At This Time

સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા તારીખ ૨૯/૦૫/૨૦૨૪ના રોજ ત્રણેય ઝોનમાં પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત તથા ગંદકી કરતા આસામી સામે દંડની કાર્યવાહી હાથ ધરાઈ


કુલ ૪૨ આસામીઓ પાસેથી ૨.૬૦૫ કી.ગ્રા. પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરી તથા ગંદકી કરતા આસામી પાસેથી રૂ.૧૫૯૫૦/- નો વહીવટી ચાર્જ વસુલ કરેલ

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ (એમેન્ડમેન્ટ) રૂલ્સ–૨૦૨૧ અન્વયે તારીખ ૨૯/૦૫/૨૦૨૪ના રોજ ત્રણેય ઝોન વિસ્તાર અલગ અલગ મુખ્ય માર્ગો પર સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગની ટીમ દ્રારા પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરવાની તથા ગંદકી કરતા આસામી પાસેથી દંડ વસુલ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં તા.૨૯/૦૫/૨૦૨૪ ના રોજ ત્રણેય ઝોનમાંથી કુલ ૪૨ આસામીઓ પાસેથી ૨.૬૦૫ કી.ગ્રા. પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરી તથા ગંદકી કરતા આસામી પાસેથી રૂ.૧૫૯૫૦/-નો વહીવટી ચાર્જ વસુલ કરવામાં આવ્યો હતો.

સેન્ટ્રલ ઝોનના મિલિપરા રોડ, બજરંગ રોડ પર ઝુંબેશરૂપે પ્રતિબંધીત પ્લાસ્ટીકનું વેચાણ કરતા ૧૬ આસામીઓ પાસેથી ૦.૫૦૫ કિ.ગ્રા. પ્રતિબંધિત પ્લાસ્ટીક જપ્ત કરી તથા ગંદકી કરતા આસામી પાસેથી રૂ ૩૯૦૦/-નો વહીવટી ચાર્જ વસુલવામાં આવેલ છે.

વેસ્ટ ઝોનના શિતલપાર્ક રોડ, અમ્બિકાટાઉંશિપ રોડ પર ઝુંબેશરૂપે પ્રતિબંધીત પ્લાસ્ટીકનું વેચાણ કરતા ૧૩ આસામીઓ પાસેથી ૧.૧૩ કિ.ગ્રા. પ્રતિબંધિત પ્લાસ્ટીક જપ્ત કરી તથા ગંદકી કરતા આસામી પાસેથી રૂ.૩૫૫૦/-નો વહીવટી ચાર્જ વસુલવામાં આવેલ છે.

ઈસ્ટ ઝોનના ગોંડ્લ રોડ, પેડક રોડ પર ઝુંબેશરૂપે પ્રતિબંધીત પ્લાસ્ટીકનું વેચાણ કરતા ૧૩ આસામીઓ પાસેથી ૦.૯૭ કિ.ગ્રા. પ્રતિબંધિત પ્લાસ્ટીક જપ્ત કરી તથા ગંદકી કરતા આસામી પાસેથી રૂ.૮૫૦૦/-નો વહીવટી ચાર્જ વસુલવામાં આવેલ છે.

ઉપરોક્ત કામગીરી મ્યુનિસિપલ કમિશનરશ્રીની સુચના અને નાયબ મ્યુનિસિપલ કમિશનરશ્રી માર્ગદર્શન હેઠળ પર્યાવરણ ઈજનેર તેમજ ત્રણેય ઝોનના નાયબ પર્યાવરણ ઇજનેરશ્રીના સુપરવિઝનમાં આસી. ૫ર્યાવરણ ઇજનેર/ સેનીટેશન ઓફિસર હાજરીમાં સેનેટરી ઇન્‍સ્‍પેકટર/ સેનેટરી સબ ઇન્‍સ્‍પેકટર દ્રારા કરવામાં આવેલ.


9913686257
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.