મહેર જ્ઞાતિનો પ્રખ્યાત મણિયારો અને બહેનોના રાસડાનું પરંપરાગત પહેરવેશમાં આયોજન કરાયું હતું. ૧૦થી ૧ર હજાર ભાઇઓ-બહેનોએ એક સાથે એક જ ગ્રાઉન્ડમાં મણિયારો અને રાસડાની રમઝટ બોલાવી મહેર જ્ઞાતિની સંસ્કૃતિની ઝલક લોક સમક્ષ મુકી હતી.
સુદામાપુરી પોરબંદરમાં નવરાત્રિ નોરતાના પાંચમાં દિવસે મહેર જ્ઞાતિનો પ્રખ્યાત મણિયારો અને બહેનોના રાસડાનું પરંપરાગત પહેરવેશમાં આયોજન કરાયું હતું. ૧૦થી ૧ર હજાર ભાઇઓ-બહેનોએ એક સાથે એક જ ગ્રાઉન્ડમાં મણિયારો અને રાસડાની રમઝટ બોલાવી મહેર જ્ઞાતિની સંસ્કૃતિની ઝલક લોક સમક્ષ મુકી હતી. એક મહિલા પોતાના શરીરે ર૦-ર૦ તોલા સોનાના દાગીના પહેરી પરંપરાગત રાસડા રમી માતાજીની આરાધના કરી હતી.
પોરબંદરમાં મોટી સંખ્યામાં મહેર સમાજ વસવાટ કરે છે. આ જ્ઞાતિનો પરંપરાગત પહેરવેશ અને ભાઇઓનો મહેર મણિયારો અને બહેનોના રાસડા જગ વિખ્યાત છે ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ નવરાત્રિના પાંચમા નોરતે આ મહેર જ્ઞાતિની સંસ્કૃતિના દર્શન થયા હતા.
મહેર સમાજની એક આગવી પરંપરા અને સંસ્કૃતિ છે. આજે આ સમાજ દરેક ક્ષેત્રે આગળ વધી રહ્યો છે. ત્યારે નવરાત્રિમાં મહેર જ્ઞાતિની સંસ્કૃતિને ઉજાગર કરવામાં આવે છે.
પોરબંદર જિલ્લા તથા તેની આસપાસ વસવાટ કરતી મહેર સમાજક્ષત્રિય જાતી છે કે જેમણે પોતાના વતન માટે યુદ્ધ કર્યું હતું અને જીત હાસલ કરી હતી ત્યારે બુંગીયો ઢોલ વગાડવામાં આવ્યો હતો ત્યારથી વિજયોત્સવ મનાવામાં આવે છે આ મણિયારો રાસ જન્માષ્ટમી, હોળી અને નવરાત્રીમાં પરંપરાગત પોષક પહેરીને રમવામાં આવે છે. ત્યારે પોરબંદરમાં દર વરસે મહેર સુપ્રીમ કાઉન્સિલ દ્વરા રાસ-ગરબાનું આયોજન કરવામાં આવે છે. જેમાં પાંચમાં નોરતે મહેર સમાજના ભાઈઓ-બહેનો દ્વારા પરંપરાગત પોષાક પહેરીને રાસ-ગરબાની રમઝટ બોલાવે છે. આ ઉપરાંત મહેર જ્ઞાતિની મહિલાઓ પોતાના શરીરે ૨૦-૨૦ તોલાના સોનાના દાગીના પહેરી ગરબે ઘૂમે છે.
બાઇટ : આકાંક્ષા ઓડેદરા
વી.ઓ. : પોરબંદર ચોપાટી મેળા ગ્રાઉન્ડમાં દર વર્ષની જેમ આ વર્ષે પણણ મહેર સમાજ દ્વારા નવરાત્રિ રાસોત્સવનું આયોજન કરાયું હતું. જેમાં ભાઇઓએ મણિયારો રાસ રમી અને બહેનોએ રાસડા રમી માતાજીની આરાધના કરી હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.