ભેસાણ તાલુકાના ગડથ ગામે થયેલ હત્યા ના આરોપી ગણત્રી ના કલાકો મા પકડતી ભેસાણ પોલીસ
ભેસાણ તાલુકાના ગડથ ગામે થયેલ હત્યા ના આરોપી ગણત્રી ના કલાકો મા પકડતી પોલીસ ભેસાણ તાલુકાના ગડથ ગામે બે દિવસ પહેલા થયેલ પૂર્વ સરપંચ અને હાલ તાલુકાના ભાજપ ના મંત્રી વિનું ભાઈ કેસુ ભાઈ ડોબરીયા ની હત્યા ના બે આરોપી ને જડપી લેતી જૂનાગઢ એસો. જી. ની ટીમ અને ભેસાણ સ્થાનિક પોલીસે બગસરા રોડ ઉપરથી દબોચી લીધા હતા અને કાયદેસર ની કાર્યવાહી હાથ ધરાઇ હતી જાણવા મળતી વિગતો અનુસાર પૂર્વે સરપંચ વિનું ભાઈ સાથે અગાઉ જાહેર માં બોલા ચાલી થયેલ હતી જેનો ખાર રાખી હત્યા કરવા માં આવી હતી તેવું આરોપી એ કબુલ્યુ હતું આ સમગ્ર ઘટના ને જૂનાગઢ પોલીસ વડા હર્સદ મહેતા ની સીધી દેખ દેખ હેઠળ ભેસાણ પી. એસ.આઇ.કાતરિયા અને એસ. ઓ. જી. ના પીઆઇ. પી. કે.ચાવડા અને પી. એસ. આઈ. એસ. એ. સોલંકી ની ટીમે શકમંદો ને પકડવા અલગ અલગ દિશા મા તપાસ સરૂ કરી હતી જે દરમિયાન કાલે સાંજે બે આરોપી ની ધરપકડ કરાઈ હતી જેમાં ગામ નાજ હત્યારા ગોરખ જસકુ બસિયા અને રાજુ બાઘુ બસિયા ને બગસરા રોડ ઉપર આવેલ રફાડીયા ચોકડી ખાતે થી બાતમી ના આધારે દબોચી લીધા હતા મૃતક વિનું ભાઈ ડોબરીયા ને આરોપી ઓ સાથે અગાઉ જાહેર મા માથાકૂટ બોલાચાલી થયેલ હતી જેનો ખાર રાખી ને તેમની હત્યા કરી નાખી હોવાનું આરોપી ઓ એ પોલીસ સમક્ષ કબૂલ્યું હતું અને આગળ ની તપાસ પોલીસે હાથ ધરી છે રિપોર્ટ..... કાસમ. હોથીભેસાણ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.