દેવેન્દ્ર ફડણવીસ જ CM બનશે, શિંદે ડેપ્યુટી CM બનશે:કોર કમિટીની બેઠકમાં નિર્ણય લેવાયો, આવતીકાલે સાંજે 5 વાગ્યે શપથ સમારોહ - At This Time

દેવેન્દ્ર ફડણવીસ જ CM બનશે, શિંદે ડેપ્યુટી CM બનશે:કોર કમિટીની બેઠકમાં નિર્ણય લેવાયો, આવતીકાલે સાંજે 5 વાગ્યે શપથ સમારોહ


ભાજપ ધારાસભ્ય દળની બેઠકમાં દેવેન્દ્ર ફડણવીસને મુખ્યમંત્રી તરીકે પસંદ કરવામાં આવ્યા છે. અગાઉ કોર કમિટીની બેઠકમાં પણ તેમના નામ પર સહમતિ સધાઈ હતી. અત્યારે મહાયુતિની બેઠક ચાલી રહી છે. હવે ભાજપના નિરીક્ષકો વિજય રૂપાણી અને નિર્મલા સીતારમણ કાર્યકારી સીએમ એકનાથ શિંદેને મળશે. આ પછી, મુખ્યમંત્રી ફડણવીસ અને બંને નાયબ મુખ્યમંત્રી રાજ્યપાલને મળશે અને સરકાર બનાવવાનો દાવો રજૂ કરશે. શપથ ગ્રહણ આવતીકાલે એટલે કે 5 નવેમ્બરે આઝાદ મેદાનમાં થશે. જેમાં મુખ્યમંત્રી અને બંને ડેપ્યુટી સીએમ શપથ લેશે. તેમની સાથે કેટલા મંત્રીઓ શપથ લેશે કે નહીં તે સ્પષ્ટ નથી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image