સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિએ જિલ્લામાં બે મીડિયા કન્વીનરો નીમતા થયો વિવાદ
સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિએ જિલ્લામાં બે મીડિયા કન્વીનરો નીમતા થયો વિવાદ યુસુભાઈ બચ્ચા એ હોદ્દોઓ સ્વીકારવા ની ના પાડી
સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા વિધાનસભાની ચૂંટણી પૂર્વે નવા હોદ્દેદારોની નિમણૂક તેજ કરી દેવામાં આવી છે ત્યારે આજે સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સુરેશ પટેલે જિલ્લામાં એક નહીં પરંતુ બે મીડિયા કન્વીનરોની નિમણૂક કરી હતી.... એક જ જિલ્લામાં બે મીડિયા કન્વીનરોની નિમણૂક થતા આ સમગ્ર મામલે હવે વિવાદનું રૂપ લીધું હતું. યુસુફભાઈ પઠાણે મીડિયા કન્વીનર બનવાની ના પાડી હતી. નોંધનીય છે કે યુસુફભાઈ પઠાણ છેલ્લા લાંબા સમયથી સાબરકાંઠા જિલ્લામાં કોંગ્રેસના મીડિયા કન્વીનર તરીકે ફરજ બજાવી રહ્યા છે ત્યારે આ વખતે યુસુફભાઈ પઠાણ સહિત તાલુકા પંચાયતના પૂર્વ કારોબારી સમિતિના ચેરમેન અમિત પટેલને પણ મીડિયા કન્વીનર બનાવતા સમગ્ર મુદ્દો ચર્ચા ના ચગડોળી ચડ્યો છે જિલ્લામાં મીડિયા કન્વીનરની એક જ પોસ્ટ હોવી જોઈએ ત્યારે એક પોસ્ટ માટે બે નિમણૂકો અપાતા આ સમગ્ર મામલો હવે પેચીદો બન્યો છે અને યુસુફભાઈ પઠાણે હો સ્વીકારવાની ના પાડી છે
અહેવાલ આબીદઅલી ભુરા હિંમતનગર
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.