વાગરા અને ઓરા ગામની સીમમાં આવેલ સરકાર હજરત આમંન શહીદ બુખારીની દરગાહ સરીફ પર સદલ સરિફની સાદગી પૂર્વક ઉજવણી કરવામાં આવી - At This Time

વાગરા અને ઓરા ગામની સીમમાં આવેલ સરકાર હજરત આમંન શહીદ બુખારીની દરગાહ સરીફ પર સદલ સરિફની સાદગી પૂર્વક ઉજવણી કરવામાં આવી


સરકાર હજરત આમંન શહીદ બુખારીની દરગાહ પર સંદલ શરીફ તેમજ ઉર્સની ઉમંગભેર ઉજવણી કરવામાં આવી હતી. ઉર્સ નિમિત્તે દરગાહને રોશની થી શણગારવામાં આવી હતી. દરગાહ શરીફના મઝાર પર સંદલ ચઢાવી ફાતેહા ખવાની અને સલાતો સલામનો ઝિક્ર કરવામાં આવ્યો હતો. આ દરમિયાન અમન અને સુકુન માટેની દુઆઓ ફરમાવવામાં આવી હતી.

દર વર્ષે ઈસ્લામિક શાબાન મહિનાના 17માં ચાંદે કોમી એખલાસ ભર્યા વાતાવરણમાં ઉર્સ મનાવવામાં આવે છે. સૈયદ લુકમાન અલી બાપુના હસ્તે સંદલપેસ કરવામાં આવ્યું હતું સરકાર આંમન શહીદ બુખારી ના આસ્થાના પર તાલુકાના દરેક ધર્મના આગેવાનો અને રહીશો ઉજવણીમાં સામેલ થયા છે.

આજે ઊર્સની ઉજવણી દરમિયાન ન્યાઝ નું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. ગ્રામજનો ના સંયુક્ત સહયોગ થી દરગાહના પટાંગણમાં આમ નીયાઝ નું આયોજન કરાયું હતું. દરગાહ ખાતે મોટી સંખ્યામાં લોકો ઉમટ્યાં હતાં. સમગ્ર કાર્યક્રમ ને લઈને ગામના નવયુવાનો એ ભારે જહેમત ઉઠાવી હતી.

રિપોર્ટર : સૈયદ શેર અલી


9978498188
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image