ગરબાડા તાલુકામાં દશેરાની ધામધૂમ પૂર્વક ઉજવણી, ગાંગરડી ગામે રાવણ ના પૂતળા દહનનો કાર્યક્રમ યોજાયો. - At This Time

ગરબાડા તાલુકામાં દશેરાની ધામધૂમ પૂર્વક ઉજવણી, ગાંગરડી ગામે રાવણ ના પૂતળા દહનનો કાર્યક્રમ યોજાયો.


અસત્ય પર સત્યનો વિજય, અધર્મ પર ધર્મનો વિજય, દાનવતા સામે માનવતાનો વિજય, કપટ સામે ભોળપણનો વિજય. આ તમામ સુવાક્યો દશેરાના દિવસને લાગું પડે છે. દશમુખી અહંકારી રાવણનો અંત અને પુર્ણપુરૂષોત્તમ ભગવાન શ્રી રામનો વિજય એટલે વિજયાદશમીનો તહેવાર.

આ તહેવારની પૂર્વ ગરબાડામાં ભારે ધામધૂમપૂર્વર અને હર્ષોલ્લાસથી ઉજવણી થઇ હતી. સવારથી જ ફાફડા-જલેબી લેવા માટે મીઠાઇની દુકાનો પર લોકોની ભીડ લાગી હતી. દશેરાના દિવસે ફાફડા-જલેબી ખાવાનું વિશેષ મહત્વ રહેલું છે. તેના વગર આ પર્વની ઉજવણી અધુરી રહી જાય છે.

આજે વિજયાદશમીના દિવસે શસ્ત્રપૂજનનું પણ મહત્વ છે. જેને લઇ ગરબાડા પોલીસ મથકે આજે શસ્ત્રપૂજા કરવામાં આવી હતી.દર વર્ષની જેમ આ વર્ષે પણ રાવણ દહનના કાર્યક્રમનું આયોજન ગાંગરડી ખાતે  કરવામાં આવ્યું હતું રાવણ ના પૂતળાનું દહન જોવા માટે લોકો હજારોની સંખ્યામાં ઉમટી પડયા હતાં. આ વર્ષે ગરબાનો કાર્યક્રમ સરસ રીતે યોજાયો હતો. શેરી ગરબાએ લોકોને પારંપારીક ગરબા તરફ વાળ્યા છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.