સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રાજકોટ ખાતે ચાલતા રાષ્ટ્રીય કક્ષાના રિફ્રેશર કોર્ષમા પ્રોફેસર શ્રી ડૉ. સુભાષ એન ઓડેદરાનું રિસોર્સ પર્સન તરીકે સાયબર ક્રાઈમ સંબંધિત વિષય પર વિદ્વત વ્યાખ્યાન
*સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રાજકોટ ખાતે ચાલતા રાષ્ટ્રીય કક્ષાના રિફ્રેશર કોર્ષમા પ્રોફેસર શ્રી ડૉ. સુભાષ એન ઓડેદરાનું રિસોર્સ પર્સન તરીકે સાયબર ક્રાઈમ સંબંધિત વિષય પર વિદ્વત વ્યાખ્યાન*
પ્રોફેસર શ્રી ડૉ. સુભાષ એન ઓડેદરાએ *રિસોર્સ પર્સન* તરીકે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ચાલતા રાષ્ટ્રીય કક્ષાના રિફ્રેશરકોર્ષમા Cyber Security Techniques & Investigations તથા Dark Web વિષય પર જેવા સાયબર ગુન્હાઓના સ્વરૂપ, તેના પ્રકારો,ઉકેલો અને સાવચેતી તથા ડાર્ક વેબ જેવા જરૂરી મુદાઓ પર વિદ્વત વ્યાખ્યાન આપ્યું હતું.
આ વ્યાખ્યાન સૌરાષ્ટ્ર યુનીવર્સીટી રાજકોટના રાષ્ટ્રીયકૃત UGC-HRDC, જે હાલ Malaviya Mission Teacher Training Centres (MMTTC) તરીકે UGC ન્યુ દિલ્હી પ્રાયોજિત છે અને જાણીતી આંતર-યુનિવર્સિટી સંસ્થા છે, જે યુનિવર્સિટીઓ અને કોલેજોના શૈક્ષણિક અને વહીવટી સ્ટાફના વ્યાવસાયિક વિકાસ માટે UGC પ્રાયોજિત NEP ઓરિએન્ટેશન અને સેન્સિટાઇઝેશન પ્રોગ્રામ, ફેકલ્ટી ઇન્ડક્શન પ્રોગ્રામ્સ, રિફ્રેશર કોર્ષ અને ટૂંકા ગાળાના કાર્યક્રમોનું આયોજન કરે છે. જે અંતર્ગત સરકારી વિનયન અને વાણીજ્ય કોલેજ લીલીયાના ડાયનેમિક પ્રોફેસર શ્રી ડૉ. સુભાષ એન ઓડેદરાને રિસોર્સ પર્સન તરીકે જોડાવા માટે આમંત્રણ મળતા કોલેજ પરિવારે આંનદની લાગણી અનુભવી છે તથા અભિનંદન આપ્યા છે. આ વ્યાખ્યાન પ્રસારિત થતા બહોળી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો.
ડૉ. સુભાષ ઓડેદરા સાયબર ક્રાઈમ એક્સપર્ટ અને ઇન્વેસ્ટીગેટર છે. તેઓનો આ સ્પેશિયલ વિષય છે. પોરબંદર જીલ્લામાં પોલીસ સબ ઇન્સ્પેકટર તરીકેના તેઓના કાર્યકાળમાં સાયબર ક્રાઈમ નિષ્ણાંત તરીકે તેમણે નામના મેળવી છે. તેઓની ટીમ દ્વારા પોરબંદર જીલ્લામાં ઘણા લોકોના સાયબર ક્રાઈમમાં ગુમાવેલી રકમ પરત મેળવી આપી હતી. જેઓ હાલ પણ આ બાબતે લોકોને સતત માર્ગદર્શન અને જાગૃતતા ફેલાવે છે. જે સંસ્થા પરિવાર અને પોરબંદર તથા લીલીયા- અમરેલીનું ગૌરવ છે.
યુજીસીના નિયમ અનુસાર યુનિવર્સિટી અને કોલેજોમાં જોડાયેલા કર્મચારી અધિકારી અધ્યાપક શ્રીઓએ રિફ્રેશર ઓરિએન્ટ્રેશન કોર્સ ફરજિયાત હોય છે.જેમાં શ્રી ઓડેદરાએ તા.૨૬/૦૨/૨૦૨૫ નાં રોજ આ વિગતવાર વ્યાખ્યાન આપ્યું હતું. તેમનો વિષય હતો Security Techniques & Investigations તથા Dark Web. આ વિષયમાં પ્રવર્તમાન સમયમાં સમસ્યા અને ગુન્હાઓમાં મોખરે એવા સાયબર ગુન્હાઓ એનું સ્વરૂપ,તેના પ્રકારો, હાલમાં જોવા મળતા વિવિધ સાયબર કરાઈ જેવાકે ડીપ ફેક, ડીજીટલ અરેસ્ટ, ન્યુડ વિડીયો કોલિંગ વગેરે વિષે વિગતવાર વ્યાખ્યાન દ્વારા સમજ આપી સાયબર અંગેના વિવિધ પ્રકલ્પોમાં સાઇબર ક્રાઇમ અને તેની સિક્યોરીટી ટેકનીક્સ અને કેવી રીતે ફ્રોડ બને એ અંગેનું સરળ અને રોચક માર્ગદર્શન આપ્યું હતું. ઉપરાંત સાયબર ક્રાઈમના વિવિધ કેસ સ્ટડી તથા ડાર્ક વેબ વિષે પણ સરળ ભાષામાં સમજણ આપી હતી. આ કોર્ષમાં જોડાયેલા તમામ લોકોએ તથા આ વ્યાખ્યાન નિહાળી રહેલા તમામ લોકોર આ વ્યાખ્યાનનો આનંદ ઉઠાવ્યો હતો, તથા પોતાના મનમાં રહેલા પશ્નોના એક્સપર્ટ જવાબો પણ મેળવ્યા હતા. સમગ્ર કોલેજ પરિવાર તથા વિદ્યાર્થીઓ સહીત તમામે હર્ષ અને ગર્વની લાગણીની અનુભીતી કરી હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે
