રાજકોટ-વેરાવળ (શાપર) ગામે “વન નેશન, વન રેશન કાર્ડ” યોજના અંગે જાગૃતિ કાર્યક્રમ યોજાયો.
રાજકોટ શહેર તા.૨૨/૩/૨૦૨૫ ના રોજ રાજકોટ જિલ્લા કલેક્ટર પ્રભવ જોષીના માર્ગદર્શન મુજબ જિલ્લા પુરવઠા તંત્ર દ્વારા કોટડાસાંગાણી તાલુકાના વેરાવળ (શાપર) ગામે નવી કુમાર તાલુકા શાળા ખાતે તાલુકા મામલતદાર જી.બી.જાડેજાની અધ્યક્ષતામાં "વન નેશન, વન રેશન કાર્ડ" યોજના અંગે જાગૃતિ લાવવા અંગેનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં લોકોને આ યોજનાનો વધુમાં વધુ લાભ લેવા સમજૂત કરવામાં આવ્યા હતાં. તેમજ લોકોના પ્રશ્નો સાંભળી યોગ્ય માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ કાર્યક્ર્મમાં વેરાવળ ગામના સરપંચ રવિરાજસિંહ જાડેજા, તાલુકા પંચાયતના ઉપપ્રમુખ અશ્વિનભાઇ ગઢીયા, પુરવઠા નાયબ મામલતદાર ડી.વી.મોરાડીયા, નાયબ મામલતદાર વી.વી.રાજ્યગુરુ, નાયબ મામલતદાર એચ.એ.ચુડાસમા, શાપર-વેરાવળ ઇન્ડસ્ટ્રીઝ એસોસીએશનના મેનેજર પોપટભાઇ, શાળાના આચાર્ય નીલાબેન માકડીયા સહિત શાપર તથા વેરાવળ ગામોના વાજબી ભાવના દુકાનદારો હાજર રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ રાષ્ટ્રીય એકતા તથા જન સામાન્યની સુગમતા વધારવાના શુભાશયથી “વન નેશન, વન રેશન કાર્ડ” યોજના વર્ષ ૨૦૧૯થી અમલમાં મૂકેલી છે. આ યોજનાના લાભાર્થી તરીકે નોંધાયેલા કોઈપણ રાશનકાર્ડ ધારક રોજગારી માટે કોઈ એક રાજયમાંથી બીજા રાજયમાં કે રાજયના કોઇ પણ જિલ્લા, તાલુકા, ગામ કે શહેરમાં રહેવા જતાં ત્યાંની વાજબી ભાવની દુકાન પરથી પોતાને મળવાપાત્ર અનાજનો જથ્થો મેળવી શકે છે. આથી NFSA હેઠળ સમાવિષ્ટ પરપ્રાંતીય મજૂરો, કારીગરો, ખેતમજુરો અને વિચરતું જીવન જીવતા પરિવારોને પોતાનું રાશન ખૂબ સરળતાથી ઉપલબ્ધ થાય છે. "વન નેશન, વન રાશન કાર્ડ યોજના" (ONORC) હેઠળ દેશના કોઈ પણ સ્થળેથી અનાજનો જથ્થો મેળવવા માટે લાભાર્થીએ પોતાના રાજયમાં રાશનકાર્ડ સાથેનું આધાર ર્સીડીંગ કરેલ હોવું જરૂરી છે. આ યોજનાના અમલીકરણ માટે દરેક વાજબી ભાવના દુકાનદારને વધારાનો અનાજનો જથ્થો (ઘઉં અને ચોખા) આપવામાં આવે છે. આમ, “વન નેશન, વન રેશન કાર્ડ યોજના” એ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ સમગ્ર દેશની જાહેર વિતરણ વ્યવસ્થામાં લાવેલી ડીજીટલ ક્રાંતિકારી યોજના છે, તેમ જિલ્લા પુરવઠા કચેરીની યાદીમાં જણાવાયું છે.
રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.
9824928038
આ પ્રકારના તમામ સમાચાર માટેે
