‘બુલબુલની પાંખ પર બેસી વીર સાવરકર દેશનું ભ્રમણ કરતા’
બેંગ્લુરુ, તા.૨૮કર્ણાટક સરકાર ફરી એક વખત ચર્ચામાં છે. રાજ્યની ભાજપ સરકારે ધોરણ ૮ના અભ્યાસક્રમમાં સંશોધન પછી હિન્દુત્વના વિચારક વીર દામોદર સાવરકરના જીવન સંબંધિત એક નવું પ્રકરણ ઉમેર્યું છે. તેમાં કન્નડ ભાષામાં કરાયેલા દાવાથી વિવાદ સર્જાયો છે.કર્ણાટક સરકારે એક પુસ્તક પરથી વીર સાવરકર અંગે અભ્યાસક્રમમાં એક પ્રકરણનો ઉમેરો કર્યો છે. આ પુસ્તકમાં દાવો કરાયો છે કે સાવરકર અંદામાન-નિકોબાર ટાપુની જેલમાં કેદ હતા ત્યારે બુલબુલ પક્ષીની પાંખો પર બેસીને દેશનું ભ્રમણ કરતા હતા. ધોરણ-૮ના પુસ્તકમાં પહેલા આ પ્રકરણનો સમાવેશ કરાયો નહોતો. તેને તાજેતરમાં જ નવા સંશોધન પછી ઉમેરવામાં આવ્યું છે. હવે આ પુસ્તકના નવા પ્રકરણના અંશ વાયરલ થઈ રહ્યા છે. હકીકતમાં સરકારે પુસ્તકમાં નવા સંશોધનની જવાબદારી રોહિત ચક્રતીર્થના અધ્યક્ષપદે રિવીઝન સમિતિને સોંપી હતી. જોકે, હવે આ સમિતિ ભંગ કરી દેવાઈ છે.સાવરકરને જેલમાં જે રૂમમાં રખાયા હતા, તેમાં પ્રકાશ અંદર આવવા માટે એક નાનું કી-હોલ પણ નહોતું. જોકે, તે રૂમમાં બુલબુલ પક્ષી ક્યાંથી આવતા હતા, જેમની પાંખો પર બેસીને સાવરકર રોજ દેશનું ભ્રમણ કરતા હતા તે અંગે સવાલો ઊઠવા લાગ્યા છે. કર્ણાટકમાં ધોરણ-૮ના વિદ્યાર્થીઓ માટે નિર્ધારિત બીજી ભાષા કન્નડ છે. પાઠયપુસ્તકના જે નવા પ્રકરણે વિવાદને જન્મ આપ્યો છે, તે પદ્યાંશ કેટી ગટ્ટીના એક પ્રવાસ વર્ણન પરથી લેવાયો છે. કેટી ગટ્ટી ૧૯૧૧થી ૧૯૨૪ વચ્ચે સેલ્યુલર જેલ ગયા હતા, જ્યાં તે સમયે સાવરકર કેદ હતા. કેટી ગટ્ટીએ કલાવનુ ગેદ્દાવારુ નામથી પુસ્તક લખ્યું હતું, જેણે વિજયમાલા રંગનાથ દ્વારા 'બ્લડ ગુ્રપ' નામનો જૂનો પાઠ બદલી નંખાયો છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.