નેશનલ હેલ્થ મિશન અન્વયે ચાલતા વિવિધ આરોગ્યલક્ષી કાર્યક્રમોની વિસ્તૃત જાણકારી પુરી પાડતાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી - At This Time

નેશનલ હેલ્થ મિશન અન્વયે ચાલતા વિવિધ આરોગ્યલક્ષી કાર્યક્રમોની વિસ્તૃત જાણકારી પુરી પાડતાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી


નેશનલ હેલ્થ મિશન અન્વયે ચાલતા વિવિધ આરોગ્યલક્ષી કાર્યક્રમોની વિસ્તૃત જાણકારી પુરી પાડતાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી

સરકારશની આરોગ્યલક્ષી યોજનાઓનો વધુમાં વધુ લાભ લેવા ડૉ.જે.એસ.કનોરીયાનો જાહેર અનુરોધ

મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ.જે.એસ.કનોરીયાના અધ્યક્ષસ્થાને પંચાયતી રાજ ઇન્સ્ટીટ્યુશન (પી.આર.આઇ) અંતર્ગત આરોગ્યલક્ષી વર્કશોપ યોજાયો

મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ.જે.એસ.કનોરીયાના અધ્યક્ષસ્થાને ગઇકાલે જિલ્લા પંચાયતના કોન્ફરન્સ હોલ ખાતે પંચાયતી રાજ ઇન્સ્ટીટ્યુશન (પી.આર.આઇ) અંતર્ગત આરોગ્યલક્ષી વર્કશોપ યોજાયો હતો.

આ વર્કશોપમાં મુખ્ય જિલ્લા આરોગ્ય,અધિકારી,ડૉ.જે.એસ.કનોરીયાએ,આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ અંતર્ગત નેશનલ હેલ્થ મિશન અન્વયે ચાલતા વિવિધ આરોગ્યલક્ષી કાર્યક્રમોની વિવિધ યોજનાઓના લાભો, સેવાઓ તથા સહાય છેવાડાના લોકો પણ સરળતાથી લઇ શકે તે માટે કેમ્પોનું આયોજન ઉપરાંત આરોગ્યકર્મીઓ થકી લોકોમાં લોકજાગૃત્તિ આવે તે રીતનું સુચારૂં આયોજન પણ સમયાંતરે હાથ ધરવામાં આવતું હોવાનું જણાવ્યું હતું.

ડૉ.જે.એસ.કનોરીયાએ આ વર્કશોપમાં પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશન દ્વારા જનની સુરક્ષા યોજના, કસ્તુરબા પોષણ સહાય યોજના, જનની શિશું સુરક્ષા કાર્યક્રમ, પ્રધાનમંત્રી સુરક્ષિત માતૃત્વ અભિયાન, પ્રધાનમંત્રી માતૃત્વ વંદના યોજના,નિરામય ગુજરાત અભિયાન, રાષ્ટ્રીય રક્તપિત નિર્મુલન કાર્યક્રમ, રાષ્ટ્રીય ક્ષય નિર્મુલન કાર્યક્રમ સહિત આરોગ્ય લક્ષી વિવિધ યોજનાઓની વિસ્તૃત જાણકારી પુરી પાડી હતી. તેમજ સરકારની આરોગ્યલક્ષી યોજનાઓનો વધુમાં વધુ લાભ લેવા ડૉ.જે.એસ.કનોરીયાએ અનુરોધ કર્યો હતો.

આ વેળાએ એપેડમિક મેડીકલ ઓફીસર ડૉ. આર.આર.ચૌહાણ, RCHO ડૉ. એ.કે.સિંઘ, જિલ્લા આરોગ્ય વિભાગના વિવિધ પ્રોગ્રામ ઓફીસરઓ સહિત જિલ્લા-તાલુકાના પંચાયતના પદાધિકારીશ્
ઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

Report by
Ashraf jangad
9998708844


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.