દેશ હોય કે વિદેશ હિન્દૂ ધર્મ સંસ્કૃતિ માં આવતા તહેવારો ની પૂરા અદબ થી ઉજવાય રહ્યા છે
દેશ હોય કે વિદેશ હિન્દૂ ધર્મ સંસ્કૃતિ માં આવતા તહેવારો ની પૂરા અદબ થી ઉજવાય રહ્યા છે
ઓસ્ટ્રેલિયા ટી. બી.સી ટાર્નેટ ભારતીય ક્લબ એનઆઇસી ઓસ્ટ્રેલિયા મેલબોર્ન ટારનેટમાં પેન રોઝ કોમ્યુનિટી હોલ ખાતે ભારતીય ધાર્મિક તહેવાર શ્રી રામ જન્મોત્સવ અને હનુમાન જ્યંતી ની ભવ્ય અને દિવ્ય ઉજવણી માં સ્થાનકો પણ જોડાયા વિદેશમાં રહીને પણ ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરતા તેમજ સામાજિક રાજકીય ધાર્મિક તહેવારો ની ઉજવણી આ ક્લબ ના મેમ્બરો હોદ્દેદારો આમંત્રિત મહેમાનો ની ઉપસ્થિતિમાં રામનવમી તેમજ હનુમાન જ્યંતી નિમિત્તે મેલબોર્ન કાઉન્સિલર મેમ્બરો સભ્યો આમંત્રિત મહેમાનો દ્વારા કાર્યક્રમ ની શુભારંભ ભારતના રાષ્ટ્રગીત ગાયને કરાયું શ્રી રામ લલ્લાની પૂજા ઉપસ્થિત બહેનો એ કરી સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરાઈ શ્રી રામ ની કૃતિ માં મુકેશભાઈ ના પૌત્ર આરવ સુભાગ ડેડહીચ યશ શાલિન જોષી અને કાંતિભાઈ ગોવાણી ના પૌત્ર હતા આ કાર્યક્રમમાં ખાસ રામ આયેગી રામ આયેંગે અને શબરી નો એક પાત્રીય અભિનય દ્વારા શ્રીરામ ને ધૂન ગરબા તેમજ ભજન દ્વારા વાતાવરણને ભક્તિમય બનાવ્યું હતું આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ભારતીય ક્લબના ટારનેટ ભારતીય ક્લબ ના હોદ્દેદારો નારણભાઈ બંસીભાઈ તેમજ મુકેશભાઈ શાહ ખૂબ જ મહેનત કરીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો આ કાર્યક્રમમાં બહેનોએ ગુજરાતી ગરબાનો આનંદ લીધો હતો આનંદમાં મેલબોર્ન કાઉન્સિલર મેમ્બરો પણ જોડાયા હતા શ્રીમતી રીટાબેન શાહ દ્વારા રામ આયેંગે નો કૃતિ રજૂ કરી લોકોને ભાવમાં ભાવમય લોકોને રામમય બનાવ્યા હતા તેમજ શબરી ના પાત્રમાં શ્રીમતી દત્તાબેન શાહે પણ ખૂબ જ ઉમદા કૃતિ રજૂ કરી હતી.આ ભારતીય સિનિયર સિટીઝન ક્લબ ટીબીસી ટાર્નેટ ભારતીય ક્લબ દર અઠવાડિયામાં મંગળવાર તેમજ શુક્રવારે ૨૪૫ રજીસ્ટર સભ્યો માંથી ૧૦૦ કરતાં વધારે સભ્યો ઉપસ્થિત રહી દરેક સભ્યો પોતાની પ્રતિભા પોતાના જીવનનો નીચોડ પોતાની કૃતિ રજૂ કરીને એકબીજા સાથે સંગઠિત થઈ ઓસ્ટ્રેલિયાની ધરતી પર ભારતીય વાતાવરણ માં મોજ કરે છે મહેશભાઈ ભાટિયા મહેન્દ્રભાઈ દેસાઈ વિજય ભાઈ,વિરાભાઇ રમેશભાઈ,હસમુખભાઈ વાવડીયા સો મિત્રો
કોઈપણ કાર્યક્રમ હોય તો હોલને સજાવવા ખુરશીઓ ટેબલ ગોઠવવા ખોરાક સંગ્રહ વિતરણ કરવા તેમજ સફાઈ કરવામાં અને સમગ્ર સ્થળને વ્યવસ્થિત કરવામાં ખૂબ જ કાળજી સભ્યો લે છે રામ જન્મોત્સવ માં શ્રીમતી સુનિતાજી એ એન્કર તરીકે જવાબદારી સંભાળી હતી કમલેશભાઈ દ્વારા ફોટોગ્રાફી ની કરાઈ હતી તેમજ રિટાબેન શાહ નરસિંહભાઈ કાપડિયા હીરાભાઈ નીતાબેન દત્તા બેન તેમજ વિનાયક ભાઈ દ્વારા ભજન ગીત કૃતિઓ રજુ થઈ હતી સમગ્ર કાર્યક્રમમાં મુકેશભાઈ શાહ ખૂબ જ કાર્યક્રમને સફળ બનાવવા મહેનત કરી હતી તેમજ રીટા બેન શાહ દ્વારા ગરબામાં ભાગ લીધેલ સર્વ બહેનોને દત્તા બેન,નિતાબેનજયાબેન જોગાણી,શોભનાબેન,અમિબેન,કાશ્મીરા બેન,નિર્મળાબેન ને સર્ટિફિકેટ અને કોફી જગ એનાયત કરી સન્માનિત કર્યા હતા. તેમજ આ કાર્યક્રમમાં ઉપસ્થિત મેલબોર્ન કાઉન્સિલર મેમ્બર સહભાગી થઈને કાર્યક્રમ માં ઉપસ્થિત રહીને કાર્યક્રમને બિરદાવ્યો હતો.દરેક વ્યક્તિઓએ દરેક મહાનુભાવો એ વક્તવ્ય આપીને ઉપસ્થિત સભ્યોને પ્રોત્સાહિત કર્યા હતા. તેમજ કાર્યક્રમના અંતે સર્વ સભ્યોએ ભારતીય ગુજરાતી ભોજન પ્રસાદ લીધા હતા. આ કાર્યક્રમમાં ગુજરાતના સુરત સ્થિત દિનેશભાઈ જોગાણી (ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી ,રેડ ક્રોસ સેન્ટર ,લોકદ્રષ્ટિ ચક્ષુ બેંક અને વિવિધ સંસ્થાઓ સાથે સંકળાય સક્ષમ ,દિવ્યાંગોનું રાષ્ટ્રીય સંગઠન સુરત મહાનગર ઉપાધ્યક્ષ) પણ જોડાયા હતા અને ઉપસ્થિત સર્વ કાઉન્સિલર મેમ્બરો આમંત્રિત મેમ્બરો સાથે વાર્તાલાપ કર્યો હતો મુકેશભાઈ શાહ દ્રારા સર્વો નો આભાર વ્યક્ત કર્યો હતો
રિપોર્ટ નટવરલાલ ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે
