ગીર સોમનાથ જિલ્લાનાં ગીર ગઢડા તાલુકામાં આંગણવાડીનાં કર્મચારીઓ વર્કર-હેલ્પરનાં પડતર પ્રશ્નોની માંગણી સ્વીકારવા બાબતે ગીર ગઢડા મામલેતદાર કચેરીએ આવેદનપત્ર આપ્યું
તા:9 ગીર સોમનાથ જિલ્લાનાં ગીર ગઢડા તાલુકામાં આંગણવાડીનાં કર્મચારીઓ વર્કર-હેલ્પરોનાં પડતર પ્રશ્નોને લઈને ઉગ્ર રજૂઆત સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું આજે ગુજરાત રાજ્યમાં અનેક કર્મચારી તલાટી મંત્રી ગ્રામ પંચાયતના વિ.સી.ઇ મધ્ય-ભોજનનાં કર્મચારીઓ અને આંગણવાડીનાં કર્મચારીઓ મોંઘવારીનો માર-સહનનાં થતાં પડતર પ્રશ્નોને લઈને અનેક કચેરીઓમાં આવેદન પત્ર આપ્યા હતાં જેમાં ગુજરાત રાજ્યમાં થતાં અન્યાય ટૂંકા પગારમાં અનેક નાનાં કર્મચારીઓનું થતું શોષણથી આજે કર્મચારીઓ આવેદન પત્ર આપીને આંદોલન ઉપર ઉતર્યા છે થોડા દિવસ પહેલા તલાટી મંત્રી અને ગ્રામ પંચાયતનાં વિ.સી.ઇનાં મધ્ય ભોજનનાં કર્મચારીઓનાં પડતર પ્રશ્નોને લઈને આવેદનપત્રો આપ્યા હતાં ત્યાં ફરી ઉના અને ગીર ગઢડા તાલુકાનાં આંગણવાડી વર્કર હેલ્પર બહેનોએ અનેક પડતર પ્રશ્નોને લઈને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું ગુજરાત રાજ્યમાં બીજા રાજ્યોની જેમ પગાર વધારો આપવામાં આવે ઞુજરાત રાજ્ય સિવાઇ અનેક રાજ્યોમાં આંગણવાડી વર્કરોને 20 થી 25 હજાર પઞાર ચુકવવામાં આવે છે અને ગુજરાત રાજ્યમાં 7000 હજાર વર્કરને અને હેલ્પર બહેનોને 3500નો પઞાર ચુકવવામાં આવે છે અને પ્રાથમિક શાળા હાઇસ્કૂલનાં આચાર્ય જેટલી કામગીરી ચોપવામાં આવે છે
ગુજરાત સરકાર પાસે ચૂંટણીનાં તાયફા કરવાનાં પૈસા છે ??? અને કર્મચારીનાં પગાર વધારવા માટે સરકાર પાસે ગ્રાન્ટ નથી ??? આજે મોંઘવારીએ પણ માંજા મુકી છે તો આવાં ટુંકા પઞારમાં નાનાં કર્મચારીઓને જીવવું પણ મુશ્કેલ છે એવાં પણ સવાલો ઉઠ્યા હતાં અને આવા નાનાં કર્મચારી પાસે ટુકા પઞારમાં ડબલ કામગીરી કરાવીને કર્મચારીનું ઞુજરાતભરનાં આંગણવાડીનાં વર્કર હેલ્પર જેવાં કર્મચારીનું સતત શોષણ થઈ રહ્યું છે એવું પણ જાણવા મળ્યું હતું આંગણવાડીનાં વર્કર-હેલ્પર નાનાં કર્મચારીનું અન્ય કામગીરીથી થતું શોષણ અટકાવામાં આવે એવી પણ ઉગ્ર રજૂઆત સાથે ગીર ગઢડા મામલેતદાર કચેરી અને ઉના પ્રાંત કચેરીમાં આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને આવતીકાલે ગીર સોમનાથ જિલ્લામાં કલેકટર કચેરીએ આવેદનપત્ર આપીને રજૂઆત કરવામાં આવશે તેમજ મુખ્યમંત્રીને એક નકલ રવાનાં કરીને લેખિત રજૂઆત કરી અનેક મુંઝવતા પ્રશ્નો આંગણવાડી-હેલ્પર બહેનોનાં પ્રશ્નોનું જલ્દી નિવાકરણ આવે એવી ઉગ્ર માંગણી કરવામાં આવી છે
ત્યારબાદ એવી પણ માંગણી કરવામાં આવી છે કે અન્ય કર્મચારીઓની જેમ કાયમી કરવામાં આવે અન્ય કર્મચારીઓની જેમ તમાંમ મળતાં લાભો આંગણવાડી વર્કર -હેલ્પર બહેનોને પણ આપવામાં આવે અને પેન્શન યોજનાનો લાભ નિવૃત્ત સમયે લાગુ કરવામાં આવે તેમજ વખતો વખત અન્ય કચેરીઓ દ્વારા આરોગ્ય જેવી પણ અનેક વધારાની કામગીરીઓ અનેક કચેરીઓ દ્વારા વધારાની કામગીરી સોંપવામાં આવે છે ત્યારે બહેનો પણ માનસિક સંતુલન ગુમાવી બેઠતી હોય છે અને રજીસ્ટર અને મોબાઇલની બંને કામગીરીથી પણ બહેનો માનસિક ટેન્શન વધે છે અને સતત ડિપ્રેશનમાં રહેતાં હોય છે ત્યારે આ આંગણવાડી વર્કર-હેલ્પરડિપ્રેશનમાં આવીને માનસિંગ સંતુલન ગુમાવીને કોઈ અકસ્માત બને તો જવાબદાર કોણ સરકાર કે તંત્ર ??? એવાં પણ સવાલો ઉઠ્યાં હતાં આ રજીસ્ટરની અને મોબાઇલની કામગીરી તમાંમ કામગીરી તદ્દન એક કરવામાં આવે જેથી કરીને બાળકોને સાચવી શકે અને બાળકોને સારો નાસ્તો પણ આપી શકે અને બીજું કામ પણ કરી શકે ત્યારે હાલનાં કોંગ્રેસનાં ધારાસભ્ય પુંજાભાઈએ બહેનોની રજૂઆત પણ સાંભળી હતી અને પુંજાભાઈ ધારાસભ્યએ ખંડર આંગણવાડીની હાલતની પણ જાણકારી આપી હતી
આંગણવાડી વર્કર-હેલ્પર બહેનોની સિન્યોરીટી યાદી તૈયાર કરે અને બઢતીનો લાભ પણ એજ પ્રમાણે મળે અને બીજાં સરકારી કર્મચારીઓની જેમ વેકેશનનો લાભ પણ આપવામાં આવે અને આંગણવાડી કર્મચારીઓને જાહેર રજાનો પણ લાભ આપવામાં આવે અને મોબાઈલ દ્વારા સોંપવામાં આવતી કામગીરીથી નેટવર્કનાં ગ્રામ્ય વિસ્તારમાં ધાંધિયા હોય ત્યારે આ કામગીરી તદ્દંતર બંધ કરવામાં આવે અને બહેનોને રાત્રિનાં સમયે પણ આ કામ ઉપરનાં અધિકારીઓ દ્વારા પણ કરાવવામાં આવે છે જેથી કરીને આ નોકરી બહેનો માટે 24 કલાકની થતી હોય એવી પણ ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી જેમાં સરકારી યોજનાઓ જેવી કે પોષણસુધા વ્હાલી દીકરી યોજના પ્રધાનમંત્રી માતૃવંદના યોજના વિધવા સહાય યોજના દૂધ સંજીવીની યોજના આવી અનેક કામગીરી અને પ્રાથમિક શિક્ષણ આપવાનું અને વધારે મીટીંગોમાં બોલાવવા જેથી કરીને ધાર્યા કરતાં કામનો બોજ વધતો જતો હોય છે આ તમામ કામગીરીનાં બોજ હેઠળ દબાઈને આ મહિલા કામદારોનું સતત શોષણ કરવામાં આવે છે એ કામગીરી પણ હળવી કરવામાં આવે એવી પણ રજૂઆત કરવામાં આવી હતી આ તમાંમ માંગણીઓ સ્વીકારવામાં આવે અને આનું જલ્દી નિવાકરણ લાવવામાં આવે એવી ઉગ્ર રજૂઆત સાથે લેખિતમાં આવેદનપત્ર આપવામાં આવ્યું હતું
પ્રેસ રિપોર્ટર ડી.કે વાળા ગીર ગઢડા ગીર સોમનાથ
મોં 8780138711/6353343852
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.