પ્રજાલક્ષી યોજનાના ત્વરિત લાભ આપવા વિંછીયા તાલુકાના પીપરડી ગામે યોજાયો સેવાસેતુ કાર્યક્રમ - At This Time

પ્રજાલક્ષી યોજનાના ત્વરિત લાભ આપવા વિંછીયા તાલુકાના પીપરડી ગામે યોજાયો સેવાસેતુ કાર્યક્રમ


(નરેશ ચોહલીયા દ્વારા જસદણ)
પ્રજાલક્ષી યોજનાઓનો લાભ પ્રજાને પોતાના નજીકના સ્થળે મળી રહે તે માટે રાજકોટ જિલ્લાના વિંછીયા તાલુકાના પીપરડી ગામે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં મામલતદાર વિંછીયા તેમજ તાલુકા વિકાસ અધિકારીના અધ્યક્ષ સ્થાને પીપડી કન્યાશાળા ખાતે આસપાસના 16 ગામોના ક્લસ્ટરનો સેવાસેતુ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં આરોગ્ય, અન્ન અને નાગરિક પુરવઠા, સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ, નાણાં વિભાગ, આઈ.સી.ડી.એસ. અને મહિલા- બાળ વિકાસ વિભાગ જેવા 13 વિભાગની 55 સેવાના લાભો લોકોને ઘર આંગણે આપવામાં આવ્યા હતા. લોકોએ આધાર કાર્ડમાં સુધારા, રાશનકાર્ડમાં સુધારા, ઉમેરો, આયુષ્માન કાર્ડ, યુ.ડી.આઇ.ડી.કાર્ડ, જન્મ-મરણના દાખલા જેવી સેવાઓનો વધુ લાભ લીધો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકાર દ્વારા લોકોને પારદર્શક અને ત્વરિત સેવાઓ નજીકના સ્થળે મળી રહે તે માટે સેવા સેતુનો આ 10 મો તબક્કો ચાલી રહ્યો છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.