ધંધુકા APMC હોલ ખાતે ભાજપના 46મા સ્થાપના દિવસની ઉજવણી કરાઈ - At This Time

ધંધુકા APMC હોલ ખાતે ભાજપના 46મા સ્થાપના દિવસની ઉજવણી કરાઈ


ધંધુકા APMC હોલ ખાતે ભાજપના 46મા સ્થાપના દિવસની ઉજવણી કરાઈ

ભાજપના 46મા સ્થાપના દિવસ નિમિત્તે ધંધુકા APMC હોલ ખાતે 59 ધંધુકા વિધાનસભાના "સક્રિય કાર્યકર્તા સંમેલન"નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.

આ સંમેલનમાં મુખ્ય વક્તા તરીકે પ્રદેશ ભાજપના સંગઠન સહપ્રવક્તા શ્રી પ્રેરકભાઈ શાહ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે કાર્યકર્તાઓને ભાજપની વિચારધારાની સફર, જનસંઘથી લઈને આજ સુધીના વિકાસમાર્ગ તથા પાર્ટીના ઐતિહાસિક કાર્યો વિશે વિસ્તૃત માહિતી આપી માર્ગદર્શન પૂરું પાડ્યું.

કાર્યક્રમ દરમિયાન ધારાસભ્ય શ્રી કાળુભાઈ ડાભી, અમદાવાદ જિલ્લાના મહામંત્રી શ્રી મયુરભાઈ ડાભી, બોટાદ જિલ્લાના મહામંત્રી શ્રી જામસંગભાઈ, પૂર્વ ધારાસભ્ય શ્રી લાલજીભાઈ મેર સહિત પ્રદેશના અને જિલ્લા સ્તરના અગ્રણીઓ, નગરપાલિકા તથા તાલુકા પંચાયતના પ્રમુખો, સભ્યો તથા વિવિધ મંડળોના પ્રમુખશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

મોટી સંખ્યામાં કાર્યકર્તાઓની ઉપસ્થિતિથી કાર્યક્રમ ઉમંગભેર અને ઊર્જાવાન રહ્યો.

રીપોર્ટર : સી કે બારડ
મો : 7600780700


+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image