બોટાદ જિલ્લા ને રાજ્યકક્ષાએ સ્પે ખેલ મહાકુંભમાં પ્રથમ દિવસે 8 ગોલ્ડ મેડલ અને 4 સિલ્વર મેડલ - At This Time

બોટાદ જિલ્લા ને રાજ્યકક્ષાએ સ્પે ખેલ મહાકુંભમાં પ્રથમ દિવસે 8 ગોલ્ડ મેડલ અને 4 સિલ્વર મેડલ


આજરોજ હિંમતનગર ખાતે સાબરકાંઠા સ્ટેડિયમમાં શરૂ થયેલ મનો દિવ્યાંગ ખેલાડીઓના રાજ્યકક્ષાના સ્પે. ખેલ મહાકુંભમાં પ્રથમ દિવસે બોટાદ બૉસી ગેમ્સમાં આઠ ગોલ્ડ મેડલ અને ચાર સિલ્વર મેડલ મેળવેલ. હિમતનગરના સાબર સ્ટેડિયમમાં સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અને સ્પે. ઓલિમ્પિકસ ભારત ગૂજરાત તરફથી દિવ્યાંગ ખેલાડીઓ માટે રાજ્ય કક્ષાના સ્પે ખેલમહાકુંભનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં પ્રથમ દિવસે ૧૦૦૦ જેટલા દિવ્યાંગ ખેલાડીઓએ ભાગ લીધેલ. બોટાદ જિલ્લાએ આઠ ગોલ્ડ મેડલ અને ચાર સિલ્વર મેડલ મેળવેલ છે. બોટાદ જિલ્લામાં હજુ એક વર્ષ પહેલાં શરૂ થયેલ મનો દિવ્યાંગ બાળકોને સ્પે. એજ્યુકેશન આપતા આસ્થા સંસ્થા સ્નેહનું ઘર ના છ ખેલાડીઓ એક સાથે વિજેતા થઈ દાતાઓના દાનને સાર્થક કરી બતાવ્યું છે. સ્પે. ઓલિમ્પિકસ દ્વારા અભિનંદન પાઠવવામાં આવેલ.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.