દાંતા સર ભવાનીસિંહ વિદ્યાલય ખાતે દાંતા સ્ટેટના ગાદીપતિ સ્વ. HH મહીપેન્દ્રસિંહજી પરમાર સાહેબને ભજન સ્પર્ધા યોજી શ્રદ્ધાંજલિ અર્પણ કરવા મા આવી
દાંતા સર ભવાનીસિંહ વિદ્યાલય ખાતે દાંતા સ્ટેટના ગાદીપતિ સ્વ. HH મહીપેન્દ્રસિંહજી પરમાર સાહેબને ભજન સ્પર્ધા યોજી શ્રદ્ધાંજલિ અર્પણ કરવા મા આવી
તારીખ 16 7 2023 ના રવિવારના રોજ દાંતા કેળવણી મંડળ, દાંતાના પ્રમુખ અને દાંતા સ્ટેટના હીઝહાઈનેસ નેક નામદાર મહારાણા સાહેબશ્રી મહીપેન્દ્રસિંહજી પરમારનું આકસ્મિક નિધન થયેલ. તેમની સ્મરણાંજલિ અર્થે શાળામાં આજરોજ સુંદર ભજન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. સૌપ્રથમ સ્વ. મહારાણા સાહેબની છબીને શાળાના સિનિયર શિક્ષકશ્રી આર એચ પઢિયાર સાહેબ દ્વારા ફુલહાર અર્પણ કરાયો હતો. શાળાના ઈન્ચાર્જ આચાર્યશ્રી એ મહારાણા સાહેબના જીવન સાથે સંકળાયેલ કેટલીક મહત્વની બાબતો પર ધ્યાન કેન્દ્રિત કરવાનો પ્રયાસ કર્યો હતો. ત્યાર બાદ શાળાના બાળકો દ્વારા ખુબ સુંદર ભજનો ગવાયા હતા. ધોરણ 11 માં ભણતા દિવ્યાંગ વિદ્યાર્થી મેહુલભાઈએ પોતાના કોકીલ કંઠે ખૂબ જ મધુર અવાજમાં ખૂબ જ સુંદર ભજન ગાયું હતું ત્યારે શાળાના કેમ્પસનો માહોલ ખૂબ જ ગમગીન બની ગયો હતો કારણ કે એક દિવ્યાંગ વિદ્યાર્થી દ્વારા જાતે જ તબલા વગાડવાનો અને સાથે ભજન ગાવાનો ખૂબ જ સુંદર સમન્વય જોવા મળ્યો હતો. સાથે સાથે શાળાના ગુજરાતી ભાષાના શિક્ષકશ્રી માનભા સોલંકી અને અંગ્રેજી ભાષાના શિક્ષકશ્રી ચેતનભાઈ પટેલે પણ મહારાણા સાહેબને શ્રદ્ધાંજલિ આપતું ભજન ગાયું હતું. ચેતનભાઇ પટેલે કાયા આખરે માટીમાં જ ભળે છે તે પણ સુંદર રીતે બાળકોને સમજાવ્યું હતું.
સમગ્ર કાર્યક્રમનું સંચાલન માનભા એમ સોલંકીએ કર્યું હતું. છેલ્લે શાળાના ઈન્ચાર્જ આચાર્યશ્રી અને સુપરવાઈઝરશ્રીએ આયોજકશ્રીઓ અને તમામ સ્ટાફમિત્રોને અભિનંદન પાઠવ્યા હતા.
અહેવાલ નીલેશ શ્રીમાળી બનાસકાંઠા
9974645761
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.