*છેલ્લાં ૨૫ વર્ષથી પોલીસ જાપ્તામાંથી ફરાર આરોપીને રાજસ્થાન રાજયના ધોરીમન્ના ખાતે ઉંટ મેળામાંથી ઝડપી પાડતી ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચ - At This Time

*છેલ્લાં ૨૫ વર્ષથી પોલીસ જાપ્તામાંથી ફરાર આરોપીને રાજસ્થાન રાજયના ધોરીમન્ના ખાતે ઉંટ મેળામાંથી ઝડપી પાડતી ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચ


પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમારસાહેબ,ભાવનગર રેન્જ,ભાવનગર* તથા *પોલીસ અધિક્ષક ડો. શ્રી હર્ષદ પટેલ સાહેબે* નાસતાં-ફરતાં આરોપીઓને પકડી પાડવા માટે ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચ નાં પોલીસ ઇન્સ. શ્રી એ.આર.વાળા તથા સ્ટાફના માણસોને નાસતાં-ફરતાં આરોપીઓ તથા પાકા કામના કેદીઓ, પેરોલ ફર્લો જંમ્પ તથા વચગાળાની રજા ઉપરથી હાજર નહિ થયેલ વધુમાં વધુ આરોપીઓ/ કેદીઓને પકડી પાડવા માટે સખત સુચના કરેલ.

ભાવનગર,એલ.સી.બી. સ્ટાફને *બાતમી મળી આવેલ કે,* બનાસકાંઠા જિલ્લાના ડિસા પોલીસ સ્ટેશન ગુ.ર.નં. ૫૦૨૮/૨૦૦૧ના કામે જીલ્લા મેજી.સાહેબશ્રી બનાસકાંઠાના પાસા હુકમ નંબર- D.M.A.G.-૧/પાસા ૦૬/૦૧ તા.૧૬/૦૧/૨૦૦૧વાળા હુકમથી ભાવનગર જિલ્લા જેલ ખાતે પાસા હેઠળ અટકાયત થયેલ આરોપી સુજાણારામ વિરદાસજી બિશ્નોઇ રહે.ગામ-ડેડવા તા.સાંચોર જી.જાલૌર રાજસ્થાનવાળા ગત તા.૧૮/૦૨/૨૦૦૧ ના રોજ ભાવનગર, એસ.ટી. બસ સ્ટેન્ડ ખાતેથી પોલીસ જાપ્તાને ચકમો આપી નાસી જનાર આરોપી હાલ પોતાના વતનમાં હાજર છે. તેવી ચોક્કસ બાતમી આધારે અત્રે એલ.સી.બી. ભાવનગર ની એક ટીમ મજકુર આરોપીના વતન ખાતે મોકલી આપવામાં આવેલ હતી અને મજકુરની તપાસ કરતાં મજકુર પોતાના રહેણાંકે હાજર મળી આવેલ નહિ અને તપાસ કરતાં પોતે ધોરીમન્ના તાલુકા ખાતે એક માસના ઉંટ લે-વેચના મેળામાં હોવાની માહિતી ડેવલપ કરવામાં આવેલ અને આ માહિતી આધારે એલ.સી.બી. ટીમે ઉંટની લેતી-દેતીના ગ્રાહક તરીકે મેળામાં તપાસ કરતાં મજકુર મળી આવતાં તેની ધોરણસર કાર્યવાહી કરવામાં આવેલ છે.જેની વિગત નીચે મુજબ છે.

*પકડાયેલ આરોપીનું નામઃ-*
સુજાણારામ વિરદાસજી બિશ્નોઇ ઉ.વ.૫૪ ધંધો-ખેતી રહે.બાંગુડાની ધાણી, ગામ-ડેડવા તા.સાંચોર જી.જાલૌર રાજસ્થાન

*આરોપીની એમ.ઓ.-*
આ કામના આરોપી રાજસ્થાન રાજયમાંથી ગેરકાયદેસર દારૂનો જથ્થો ગુજરાતમાં સપ્લાય કરવાનો ગુન્હો આચરવાની ટેવવાળા છે તેમજ પોલીસ જાપ્તામાંથી પોલીસની નજર ચુકવી નાસી જવાની એમ.ઓ. ધરાવે છે.

*કામગીરી કરનાર પોલીસ સ્ટાફઃ-*
પોલીસ ઇન્સ. શ્રી એ.આર.વાળાના માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ. શ્રી પી.ડી.ઝાલા તથા એલ.સી.બી. સ્ટાફનાં બીજલભાઇ કરમટીયા, જયદાનભાઇ લાંગાવદરા, ફાલ્ગુનસિંહ ગોહિલ,હરિચંદ્દસિંહ દિલુભા, શૈલેષભાઇ ચાવડા, હરિચંદ્દસિંહ ભીમભા, પ્રગ્નેશભાઇ પંડયા, ડ્રાયવર યોગેન્દ્દસિંહ ગોહિલ વગેરે સ્ટાફ જોડાયો હતો રિપોર્ટ અશોકભાઈ ઢીલા શિહોર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image