પ્રચંડ જનસમર્થન સાથે રેલીઓ યોજી ૧૪૦ - ડભોઈ વિધાનસભા બેઠક ઉપર આમ આદમી પાર્ટીના ઉમેદવારોએ ઉમેદવારીપત્ર ભર્યાં - At This Time

પ્રચંડ જનસમર્થન સાથે રેલીઓ યોજી ૧૪૦ – ડભોઈ વિધાનસભા બેઠક ઉપર આમ આદમી પાર્ટીના ઉમેદવારોએ ઉમેદવારીપત્ર ભર્યાં


રિપોર્ટ -નિમેષ સોની, ડભોઈ

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં 140 ડભોઈ વિધાનસભા બેઠક ઉપર આમ આદમી પાર્ટીના અજીતસિંહ ઠાકોરએ પ્રચંડ જનસમર્થન સાથે નગરમાં રેલી સ્વરૂપે નિકળી સેવાસદન ખાતે પહોંચી પોતાના ઉમેદવારીપત્રો ભર્યું હતાં.
અજીતસિંહ ઠાકોરે ઉમેદવારી પત્ર ભરતાં સમયે મોટી સંખ્યામાં કાર્યકરો તેઓની સાથે રહયાં હતાં. ડી.જે.ના સૂર તાલ સાથે ડભોઇ સેવાસદન ખાતે આવી પહોંચ્યા હતા.આ સમગ્ર માર્ગ ઉપર અજીતસિંહ ઠાકોરના સમૅથકોએ તેમને શુભેચ્છાઓ પાઠવી, ફુલહાર કરી અભિનંદન પાઠવ્યા હતા.
તેઓ જંગી બહુમતીથી વિજય પ્રાપ્ત કરશે.ના નારાઓ સાથે સૌ કાર્યકરો, વિવિધ હોદ્દેદારો અને નગરજનોએ અજીતસિંહ ઠાકોરને જબરદસ્ત આવકાર આપ્યો હતો.
તેમણે પણ પ્રચંડ બહુમતીથી પોતાનો વિજય થશે તેવો વિશ્વાસ વ્યકત કર્યો હતો.
હવે આ ચૂંટણી જંગમાં પ્રચાર કાર્ય વેગ પકડશે અને દરેક ઉમેદવાર પોતાની જીત થશે તેવાં દાવાઓ રજૂ કરી જનસમર્થન મેળવવા પ્રયાસો કરશે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.