જસદણ શહેરના નેશનલ હાઇવે ઉપર ગઢડીયા, ગોખલાણા, અને ખાનપર, ચોકડી ઉપર સર્કલ બનાવવા કેબિનેટ મંત્રી બાવળિયાને ભાયાણી ની લેખિત રજૂઆત
નરૅશ ચૉહલીયા દ્વારા જસદણ
જસદણ શહેરમાંથી પસાર થતો જૂનો બાઇપાસ રોડ જે હાલ નેશનલ હાઇવે જાહેર કરવામાં આવ્યો છે તે હાઇવે ઉપર જસદણ થી ગઢડીયા જસદણ થી ગોખલાણા જસદણ થી ખાનપર આમ ત્રણ ચૉકડી ઓ આવે છે અહી વાહન ચાલકૉ ની અવર જવર વિષૅસ રહૅછૅ અને વારંવાર અકસ્માતો સર્જાય છે અને આ ત્રણેય ચોકડીઓ ઉપર અનેક નિર્દોષ લોકોના જીવ ગયા છે ત્યારે જસદણ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ ધીરુભાઈ શામજીભાઈ ભાયાણી દ્વારા જસદણ વિછીયાના ધારાસભ્ય અને રાજ્ય સરકારના કેબિનેટ મિનિસ્ટર કુંવરજીભાઈ બાવળિયા ને લેખિત ફરિયાદ કરેલ છે ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે જસદણ નૉ બાયપાસ રોડ હાલ નૅસનલ હાઇવે નં 351 થયૉ છે જેને નગરપાલિકા વિસ્તાર ના ગઢડીયા રોડ ગોખલાણા રોડ અને ખાનપુર રોડ પાસે ચાર રસ્તા હોય છે આ ચાર રસ્તા ક્રોસિંગ પર વાહનોની મોટા પ્રમાણમાં અવરજવર રહેતી હોય તે જગ્યાએ સર્કલ બનાવવા સર્કલ ડેવલપ કરવા માં આવે તો અસ્મિક અકસ્માતોની ઘટનાઓ નિવારી શકાય તેમજ જસદણ બાયપાસ સર્કલ બનાવવામાં આવે તો અકસ્માત ઘટે જે બાબતે રાષ્ટ્રીય ધોરીમાર્ગ વિભાગ રાજકોટ તરફથી યોગ્ય કાર્યવાહી થાય તેવી લાગણી સાથે મંત્રી કુંવરજીભાઈ બાવળીયાને પૂર્વ નગરપતિ ધીરુભાઈ ભાયાણી ઍ લેખિત ફરિયાદ દ્વારા અરજ કરી છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.