રાજુલા પોલીસ સ્ટેશનનાં અપહરણ તથા પોક્સોના ગુન્હામાં આરોપીને ગણતરીના દીવસોમાં ભોગબનનાર સાથે વલસાડ જીલ્લાના વાપી તાલુકાના GIDC વિસ્તારમાંથી શોધી કાઢતી રાજુલા પોલીસ ટીમ
મ્હે. ભાવનગર રેન્જ આઇ.જી.શ્રી ગૌતમ પરમાર સાહેબ નાઓએ ભાવરનગર રેન્જના જીલ્લાઓમાં નાસ્તા ફરતા આરોપીઓ પકડી પાડવા માટે સુચના આપેલ હોય તથા મ્હે.અમરેલી જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી હિમકરસિંહ સાહેબનાઓએ અમરેલી જીલ્લામાં નાસ્તા ફરતા આરોપીઓ તથા ગુનાના કામે પકડવાના બાકી આરોપીઓને સત્વરે પકડી પાડવા સુચના આપેલ હોય જે અન્વયે ગંભીર ગુન્હાઓ આચરી પોતાની ધરપકડ ટાળવા માટે નાસતા ફરતા આરોપીઓને પકડવા સારૂ સાવર કુંડલા ડીવીઝનના મદદનીશ પોલીસ અધિક્ષક શ્રી વલય વૈધ સાહેબનાઓએ જરૂરી સુચના અને માર્ગદર્શન આપેલહોય જે અન્વયે રાજુલા પો.સ્ટે.માં ગુ.ર.નં.૧૧૧૯૩૦૫૦૨૪૦૦૭૭/૨૦૨૪ આઇ.પી.સી. કલમ ૩૬૩,૩૬૬ તથા પોક્સો એક્ટ કલમ ૧૮ મુજબના ગુન્હાના કામનો આરોપી ફરીયાદીની સગીર વયની દિકરીને લલચાવી ફોસલાવી, લગ્ન કરવાના ઇરાદે, કાયદેસરના વાલીપણામાંથી અપહરણ કરી લઇ ગયેલ હોય જે ગુનાના કામે આરોપીને પકડી પાડવા રાજુલા પોલીસ સ્ટેશનના પો.ઇન્સ. સુ.શ્રી આઇ.જે.ગીડા સાહેબનાઓએ સુચના અને માર્ગદર્શન આપેલ હોય જે આધારે રાજુલા પો.સ્ટે.ના પોલીસ સ્ટાફ દ્વારા મજકુર આરોપીને ગણતરીના દીવસોમાં ભોગબનનાર સાથે વલસાડ જીલ્લાના વાપી તાલુકાના GIDC વિસ્તારમાંથી શોધી કાઢી ધોરણસર કાર્યવાહી કરતી રાજુલા પોલીસ ટીમ.
( પકડાયેલ આરોપીની વિગત-
(૧)અનીલભાઇ ઉકાભાઇ ગંગેરા ઉ.વ.૨૮ ધંધો.પ્રા.નોકરી રહે.સાવરકુંડલા શીવાજી નગર શેરી નં.૬ તા.સાવરકુંડલા
( કામગીરી કરનાર અધિકારી તથા કર્મચારી-
આ કામગીરી રાજુલા પો.સ્ટે.ના પો.ઇન્સ. સુ.શ્રી આઇ.જે.ગીડા સાહેબની સુચના તેમજ માર્ગદર્શન હેઠળ પો.સબ.ઇન્સ. એમ.એફ.ચૌહાણ સાહેબ તથા સર્વેલન્સ સ્કોડના હેડ કોન્સ. જયેન્દ્રભાઇ સુરગભાઇ તથા હેડ.કોન્સ મધુભાઇ નથુભાઇ તથા હેડ.કોન્સ. હરપાલસિહ વિક્રમસિંહ તથા પો.કોન્સ. મહેશભાઇ ગણેશભાઇ તથા પો.કોન્સ. રવિરાજભાઇ બાબુભાઇ તથા પો.કોન્સ. હરેશભાઇ ભાયાભાઇ તથા હેડ કોન્સ. હરેશભાઇ દુલાભાઇ તથા પો.કોન્સ. ઘનશ્યામભાઇ હસમુખભાઇ વુ.પો.કોન્સ. અંકીતાબેન ભરતભાઇ તથા રાજુલા પોલીસ સ્ટાફ દ્વારા કરવામાં આવેલ છે.
રીપોર્ટ આસિફ કાદરી રાજુલા
7575861286
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.