ચૂંટણી કામગીરીમાં ૧૬૫૦ કર્મચારીઓ જોડાયા
પ્રાંતિજ તાલુકાના ૨૯૭ બૂથ પર આજે મતદાતાઓ મતદાન કરશે. ૩૭૧ ઈવીએમ મશીન, ૪૦૦ વીવીપેટનો ઉપયોગ થશે. ૫૫ સંવેદનશીલ બૂથ પર વિડિયોગ્રાફી કરાશે. લોકસભાની ચૂંટણીને લઈને સાબરકાંઠાના પ્રાંતિજ સહિત તાલુકામાં પણ આજે યોજાનાર ચૂંટણીને લઈને પ્રાંતિજ ચૂંટણી અધિકારી દ્વારા ૨૯૭ બુથો માટે ઈવીએમ મશીનોનું વિતરણ કરવામાં આવ્યું હતું. તેમજ એસટી બસ તથા ઈકોગાડી મારફતે ૨૯૭ બુથ ઉપર ઈવીએમ, વીવીપેડ મશીનો સહિતની ચૂંટણીલક્ષી સામગ્રી સાથે કર્મચારીઓને રવાના કરવામાં આવ્યા હતા.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.