હળવદ શહેર ભાજપ પ્રમુખ તરીકે તપન દવે ની નિયુક્તિ થતા તેમના મિત્ર દ્વારા ચલણી નોટ ના હાર થી સન્માન કરતા તે રકમ ગૌમાતા ને નીરણ લેવા માટે અર્પણ કરી - At This Time

હળવદ શહેર ભાજપ પ્રમુખ તરીકે તપન દવે ની નિયુક્તિ થતા તેમના મિત્ર દ્વારા ચલણી નોટ ના હાર થી સન્માન કરતા તે રકમ ગૌમાતા ને નીરણ લેવા માટે અર્પણ કરી


આજરોજ હળવદ શહેર ભાજપ પ્રમુખ તરીકે હળવદ ના સેવાભાવી નવયુવાન - ગૌભક્ત તપનભાઈ દવે ની નિયુક્તિ થતા તેમના અભિવાદન કાર્યક્રમ માં તેમના મિત્ર કેદારભાઈ રાવલ દ્વારા ૫૦૦ રૂપિયા ની ચલણી નોટ થી તૈયાર કરેલ હાર પહેરાવી અભિવાદન કર્યું હતું ત્યારે તેજ સમયે તપનભાઈ દવે એ નિર્ણય લીધો કે આ રકમ ગૌમાતા ના નીરણ માટે ઉપયોગ માં લેવામાં આવે ત્યારે આ સત્કાર્ય થકી તપન દવે એ સમાજ ને એક પ્રેરણા પૂરી પાડી છે અત્રે ઉલ્લેખનીય છે કે તપન દવે નાનપણ થી વિવિધ સેવાકીય કાર્યો સાથે જોડાયેલ છે જેમાં ગૌસેવા - નેત્રયજ્ઞ કેમ્પ - રક્તદાન શિબિર - મેડિકલ કેમ્પ સહિત સહિત કુદરતી કે કુત્રિમ આફત સમયે તપનભાઈ પોતાના મિત્ર વર્તુળ સાથે ખડેપગે સેવારત હોઈ છે ત્યારે તપન દવે એ ભૂતકાળ માં ગુજરાત માં સૌથી નાની વયે નગરપાલિકા માં ચૂંટાઈ આવી અને બાંધકામ સમિતિ - સેનીટેશન સમિતિ ચેરમેન ની જવાબદારી નિષ્ઠાપૂર્વક નિભાવી હતી સાથે સંગઠન માં યુવા મોરચા માં શહેર થી લઇ પ્રદેશ સુધી વિવિધ જવાબદારી નિભાવી ચૂક્યા છે સાથે રેલવે બોર્ડ ની વિભાગીય સમિતિ માં પણ સભ્ય તરીકે સેવા આપેલ છે ત્યારે બહોળા પ્રમાણ માં મિત્ર મંડળ ધરાવતા તપનભાઇ દવે ને મોબાઈલ નંબર 9727366100 પર શુભકામનાઓ નો વરસાદ વરસાવી રહ્યા છે

રિપોર્ટ રમેશ ઠાકોર હળવદ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.