ચૂંટણીને લઈ પોલીસ એક્શન મોડમાં; નો - ડ્રોન સહિતના નિયમો અંગે પોલીસ કમિશનરે જાહેરનામા પ્રસિદ્ધ કર્યા - At This Time

ચૂંટણીને લઈ પોલીસ એક્શન મોડમાં; નો – ડ્રોન સહિતના નિયમો અંગે પોલીસ કમિશનરે જાહેરનામા પ્રસિદ્ધ કર્યા


ચૂંટણીને લઈ પોલીસ એક્શન મોડમાં છે. ત્યારે નો - ડ્રોન ઝોન સહિતના નિયમો અંગે પોલીસ કમિશનરે જાહેરનામા પ્રસિદ્ધ કર્યા છે. ઉપરાંત ચાર કરતા વધારે માણસોને ભેગા કરવા પર કે સભા બોલાવવા તથા સરઘસ કાઢવા પર પ્રતિબંધ મુકાયો છે. જોકે કાર્યક્રમ કરવો હોય તો મંજૂરી જરૂરી છે.
અત્રે પોલીસ કમિશ્નર કચેરી સ્પેશ્યલ શાખામાંથી હથીયાર બંધી અંગેનું જાહેરનામુ, ચાર કરતા વધારે માણસોને ભેગા કરવા પર કે સભા બોલાવવા તથા સરઘસ કાઢવા પર પ્રતિબંધ અંગેનું જાહેરનામું, રાજયમાં વિવિધ શહેર જીલ્લાઓ ખાતે શૈન્ય તથા અન્ય સ્મશસ્ત્ર પોલીસ ગણવેશ તથા તેની સાથે સામ્યતા ધરાવતા વસ્ત્રોનું વેચાણ થતુ હોય જે પોશાક તથા અન્ય ચીજ-વસ્તુઓ પર પ્રતિબંધ અંગેનું જાહેરનામું, સી.સી.ટી.વી. કેમેરા અંગેનું જાહેરનામું, અન્ય શહેર તથા જીલ્લાના તથા બહારના રાજયમાંથી અગર દેશ બહારથી (વિદેશી) આવતા લોકોનો રહેણાંક તથા ઔદ્યોગિક વિસ્તારોમાં મકાનો, એકમો ભાડે આપતા હોય જે મકાનો ભાડે આપતા માલીકોએ જે તે વિસ્તારના પોલીસ સ્ટેશનમાં જાણ કરવા અંગેનું મકાન ભાડાનું જાહેરનામું, ધ્વની પ્રદુષણ નિયમો-2000 અન્વયે ધ્વનિ માત્રાનું ચુસ્ત પણે પાલન કરવા અંગેનું જાહેરનામું, ડ્રોન અંગેનું જાહેરનામું, નોકર-ઘરઘાટી અંગેનું જાહેરનામું, સરકારી કચેરીમાં બિન-અધિકૃત વ્યકિતઓના પ્રવેશની મનાઇ અંગેના જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.
આ ઉપરાંત હોટલ, લોજ, ધાબા, બોર્ડિંગ, ગેસ્ટાહાઉસ, ધર્મશાળા, મુસાફરખાનાઓમાં અસમાજીક તત્વો, ગુન્હેગારો, પરપ્રાંતિયો અને આંતર જિલ્લાના નાગરીકો ઉપરાંત વિદેશી નાગરીકો ટુંકા ગાળાની મુલાકાતે આવી રોકાતા હોય તેઓએ તથા ભારતીય તથા વિદેશી નાગરીકો માટે પથિક સોફ્ટવેરમાં ડેટા એન્ટ્રી કરવા અંગેનું જાહેરનામું, વાહન લે-વેચ અંગના જરૂરી પૂરાવા અંગેનું જાહેરનામું, બોરવેલ અંગેનું જાહેરનામું, સ્પા, મસાજ પાર્લરો, કર્મચારીની માહિતી અંગેનું જાહેરનામા પોલીસ કમિશનર રાજુ ભાર્ગવે તા.1/05/2024થી તા.30/06/2024 સુધીના બહાર પાડેલ છે


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.