વાગરા: વોરા સમની નજીક આવેલા KP ના પાવર સબ સ્ટેશનમાંથી 12 લાખ ઉપરાંતના કોપરના કેબલોની ચોરી
પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદ મુજબ ગત 9મી ફેબ્રુઆરીના રોજ કંપનીના સાઇટ ઇન્ચાર્જ સંદીપ બાંભણીયાએ ડેપ્યુટી મેનેજર વિવેક પંચાલને જાણ કરી હતી કે, શ્રી નાથજી ઇલેક્ટ્રીકલ પ્રા.લી.ના સુપરવાઇઝર પાર્થ ઘેલાણી સાઇટની મુલાકાત દરમિયાન કેબલ ડ્રમમાં રાખેલા કેબલો અને કેબલ ટ્રેન્ચમાં પાથરેલા કેબલો કપાયેલી હાલતમાં જોવા મળ્યા હતા. તપાસમાં જાણવા મળ્યું કે તસ્કરો કેબલ ડ્રમમાંથી કેબલના રોલ પણ ચોરી ગયા છે. આ ઘટના અંગે કંપનીના ડેપ્યુટી મેનેજર વિવેક પંચાલે વાગરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં જણાવ્યા મુજબ ચોરાયેલા કેબલ્સ અને સામાનની કુલ કિંમત રૂપિયા 12,72,884 થવા જાય છે. વાગરા પોલીસે ચોરી સબબ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. અને તસ્કરોને પકડવા માટે FSL અને ડોગ સ્કોડની પણ મદદ લેવામાં આવી રહી છે.
રિપોર્ટર: સૈયદ શેર અલી
9978498188
આ પ્રકારના તમામ સમાચાર માટેે
