ભાવનગર- ધંધુકા- સાબરમતી ઇન્ટરસિટી ટ્રેનને લીલી ઝંડી
માનનીયા સાંસદ ભારતીબેન ડી. શિયાળે ભાવનગર-સાબરમતી ઇન્ટરસિટી ટ્રેનને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું.
ભાવનગર - ધંધુકા- સાબરમતી સુપરફાસ્ટ ડેઈલી ઈન્ટરસિટી ટ્રેન ને 22.10.2022 (શનિવાર) ના રોજ માનનીય સંસદસભ્ય-ભાવનગર (લોકસભા) શ્રીમતી ભારતીબેન શિયાળ, માનનીય શિક્ષણ, વિજ્ઞાન અને ટેકનોલોજીના કેબિનેટ મંત્રી – ગુજરાત સરકાર શ્રી જીતુભાઈ વાઘાણી અને માનનીયા ધારાસભ્ય – ભાવનગર (પૂર્વ) શ્રીમતી વિભાવરીબેન દવેએ લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું.
ભાવનગર - સાબરમતી - ભાવનગર દૈનિક સુપરફાસ્ટ ઇન્ટરસિટી ટ્રેન રેલવે મંત્રાલય દ્વારા ચલાવવામાં આવે છે. આ ટ્રેન ભાવનગર ટર્મિનસ રેલવે સ્ટેશનથી ઉપડશે અને ભાવનગર પરા, સિહોર, બોટાદ, ઘંધુકા, ધોળકા, સરખેજ, વસ્ત્રાપુર, ગાંધીગ્રામ થઈને સાબરમતી રેલવે સ્ટેશન પહોંચશે. તે ભાવનગર ટર્મિનસથી સવારે 6:00 વાગ્યે ઉપડશે અને તે જ દિવસે સવારે 10:30 વાગ્યે સાબરમતી સ્ટેશન પહોંચશે અને સાબરમતી સ્ટેશનથી સવારે 16:00 વાગ્યે ઉપડશે અને તે જ દિવસે રાત્રે 20:30 વાગ્યે ભાવનગર ટર્મિનસ પહોંચશે. આ ટ્રેનનો લાભ ભાવનગર સહિત બોટાદ અને અમદાવાદથી આવવા-જવાનું સસ્તું અને સરળ માધ્યમ બનશે.
આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી ભરતસિંહ ગોહિલ, સ્ટેન્ડીંગ કમિટી પ્રમુખ શ્રી ધીરૂભાઈ ધામેલીયા, ડેપ્યુટી મેયર શ્રી કુમારભાઈ શાહ, શહેર ભાજપ પ્રમુખ શ્રી રાજીવભાઈ પંડ્યા અને રેલ્વે તરફથી શ્રી કૃષ્ણ લાલ ભાટિયા (એડીઆરએમ), શ્રી માશૂક અહમદ (વરિષ્ઠ મંડલ વાણિજ્ય પ્રબંધક), શ્રીમતી અરિમા ભટનાગર (વરિષ્ઠ કાર્મિક અધિકારી) અને અન્ય અધિકારીઓ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ભાવનગરના મીડિયા પ્રતિનિધિઓની સાથે સામાન્ય જનતા તેમજ મુસાફરો પણ ઉપસ્થિત રહ્યા હતા.
રીપોર્ટર : સી કે બારડ
મો : 7600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.